ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

મેષ(અ. લ. ઈ): ઘર સજાવટની વસ્તુઓ પ્રત્યે સુંદરતા અને આકર્ષણ વધશે. દાંપત્યજીવન મધુર બને. વિખૂટા પડેલા સ્નેહીનું આજે મધુર મિલન થાય. દાંપત્યજીવનમાં લાગણી અને સ્નેહ જળવાઇ રહેશે.

વૃષભ(બ. વ. ઉ): માનસિક શાંતિ મેળવી શકશો. લોકોપયોગી કાર્યો કરવાથી ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. મિત્રો સાથે સંબંધો મધુર બને. સમાજ-પરિવાર-મિત્રમંડળ માટે વધુ ઉપયોગી બની શકશો.

મિથુન(ક. છ. ઘ): સંતાનોના આયોજન બાબતે સારી સફળતા મેળવી શકશો. પરોપકાર તેમજ ધાર્મિક કાર્યો કરવાથી મન પ્રસન્ન રહે. ભાગ્યોદયની નવી-નવી તકો ઝડપી શકશો.

કર્ક(ડ. હ. ): કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવાથી હાનિ થઈ શકે. સ્વભાવે વધુ ચિડચિડયા અને ઉગ્ર બની જવાથી સહી-સિક્કાની બાબતમાં સાવધ રહેવું. નવા વ્યવસાયમાં ધારેલી સફળતા મળે.

સિંહ(મ. ટ. ): માનસિક શાંતિ મેળવી શકશો. સ્થાયી પ્રોપર્ટી અંગેના આયોજનથી વિશેષ લાભ થાય. સમાજ, પરિવારમાં યશ કિર્તિ મેળવશો. જૂની ઉઘરાણી મેળવવામાં સફળતા મળે.

કન્યા(પ. ઠ. ણ. ): ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશો. યાત્રા-પ્રવાસમાં સારી પ્રગતિ સાધી શકશો. નોકરિયાત વર્ગને બઢતી સાથે બદલી મળે. હરિફો અને પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો.

તુલા(ર. ત. ) બુદ્ધિશાળી અને તેજસ્વી બનશો. દૂરના મિત્રોથી લાભ થાય. મહત્ત્વાકાંક્ષોઓની પૂર્તિમાં વધારો થાય. જાહેર-સામાજિક ક્ષેત્રે વધુ માન-પ્રતિષ્ઠા મળે. હર્ષમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક(ન. ય. ): ઉતાવળીયા નિર્ણયોને કારણે આર્થિક હાનિ થઈ શકે. કાર્યક્ષેત્રે નિષ્ફળતા મળવાથી મન અશાંત રહે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકશો.  

ધન(ભ. ધ. ફ. ઢ. ): આનંદ-ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે વડીલો તેમજ મિત્રોનો પૂર્ણ સહકાર મળી રહે. સામાજિક દૃષ્ટિએ માન-પ્રતિષ્ઠા મેળવશો. આકસ્મિક અને આર્થિક લાભ મળે.

મકર(જ. ખ. ): બીજાના સાથ-સહકારથી જીવનને વધુ મધુર બનાવી શકશો. હરિફો ઉપર વિજય મેળવી શકશો. સુંદરતા પ્રત્યે આકર્ષણ વધે. સંતાનોની પ્રગતિથી આનંદ થાય.

કુંભ(ગ. શ. સ. ): વધુ બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા બનશો. આત્મવિશ્વાસથી કરેલા કાર્યોમાં સફળતા મળે. સ્મરણશક્તિમાં વધારો થાય. કાર્યક્ષેત્રનો શ્રેષ્ઠ વિકાસ કરી શકશો.

મીન(દ. ચ. ઝ. થ. ) પારિવારિક સભ્યો તેમજ કુંટુંબીજનો સાથે વૈચારીક મતભેદની સ્થિતિ રહે. વધુ પડતા પુરુષાર્થના કારણે થાક અનુભવશો. સંશોધનાત્મક અભિગમ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp