ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

મેષ(અ.લ.ઈ): વાણી-વર્તનની ક્ષતિના કારણે બનતા કાર્યો પણ બગડવાની સંભાવના છે. કાર્યક્ષેત્રે સફળતાની આશા વ્યર્થ નીવડે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. આવક કરતા જાવકનું પ્રમાણ વધુ રહે.

વૃષભ(બ.વ.ઉ): ઉત્તર દિશામાંથી શુભ સમાચાર મળે. આરોગ્ય અને આર્થિક પ્રગતિ જળવાઈ. કુંટુંબીજનોની અપેક્ષા સંતોષી શકશો. પારિવારિક જીવન મધુર બને. વિદેશ વેપારની તક મળે.

મિથુન(ક.છ.ઘ): આકસ્મિક લાભ થાય. નવા રોકાણો લાભદાયી બને. ભૂતકાળમાં કરેલા રોકાણોનું સારું ફળ મેળવી શકશો. પૂર્વ દિશામાંથી શુભ સમાચાર મળે. પ્રગતિમાં વધારો થાય.

કર્ક(ડ.હ): મહત્ત્વના આયોજનો પાર પાડવાની ભૂમિકા બંધાય. પૂર્વ દિશા અનેક રીતે લાભદાયી બને. આરોગ્ય વિષયક ચિંતા હળવી થાય. લોકકલ્યાણના કાર્યો કરી માનસિક પ્રસન્નતા અનુભવશો.

સિંહ(મ.ટ): માનસિક ચિંતામાં વૃદ્ધિ થાય. સરળ કાર્યોમાં પણ અવરોધ આવે. રોજિંદા કાર્યોમાં પણ મન નહીં લાગે. આવેશ અને ક્રોધનું વર્ચસ્વ વધવાથી કાર્યક્ષેત્રે હાનિ સહન કરવી પડે.

કન્યા(પ.ઠ.ણ): સર્વાંગી પ્રગતિનો દિવસ છે. માનસિક રીતે સ્વસ્થ્તા પ્રાપ્ત કરી શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ વિભોરનું વાતાવરણ રહે. પેટ આંતરડા સંબંધી તકલીફમાં રાહત જણાય.

તુલા(ર.ત): ધંધાનું વિસ્તૃતીકરણ થાય. વડીલોના સલાહસૂચનો લાભદાયી નીવડે. પરિવારમાં લાગણીનું વાતાવરણ જળવાઈ રહેશે. શુભ પ્રસંગોમાં હાજરી આપવાથી મન પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક(ન.ય): બૌદ્ધિક ક્ષેત્રે સફળતા મળે.  તબિયતમાં એકંદરે સુધારો જણાય. મનના મનોરથ સિદ્ધ થાય. પત્નીનો ભાગ્યોદય થતા મન પ્રસન્ન રહેશે. મહત્ત્વની કામગીરીનો શ્રેષ્ઠ વિકાસ કરી શકશો.

ધન(ભ.ધ.ફ.ઢ): આજનું કાર્ય કાલે કરવાની વૃત્તિ નુકશાનકર્તા બને. લાંબા ગાળાના આયોજનોમાં મુશ્કેલી અનુભવવી પડે. યાત્રા-પ્રવાસમાં હાનિ અને આકસ્મિક ઈજા થાય. ખોટા સાહસથી દૂર રહેવું.

મકર(જ.ખ): સંતાનની પ્રગતિ માટે નવા આયોજનો થાય. પરિવારમાં સુલેહ સંપ જળવાય. સાહસ કરવાથી સિદ્ધિ મેળવી શકશો. વાણીની મીઠાશથી મોટો લાભ મેળવી શકાય. હરવા ફરવા પ્રત્યે આકર્ષણ વધે.

કુંભ(ગ.શ.સ): અવરોધ દૂર થતા જણાય. પરિવારમાં લાગણી જળવાઈ રહે. પરપ્રાંત સાથેના સંબંધોથી લાભ થાય. આવકના સાધનોમાં વધારો થાય. મિત્રોની સંખ્યા વધતી જણાય.

મીન(દ.ચ.ઝ.થ): લાંબા સમયથી વિખૂટા પડેલા સ્નેહીજનનું મિલન થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં અંશતઃ સફળતા મળે. મોસાળપક્ષના સભ્યોથી લાભ થાય. સ્વભાવે ઉદાર અને લાગણીશીલ બનશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp