રામલલ્લાની આરતી માટે આ શહેરમાંથી 108 રથમાં મોકલાયું 600 કિલો ઘી, કળશ તૈયાર કરાયા

PC: jagran.com

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે જાન્યુઆરી 2024માં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન રામલલાની પ્રથમ આરતી રાજસ્થાનની સૂર્યનગરી જોધપુરના ઘીથી કરવામાં આવશે. આ માટે, સોમવારે, 600 કિલો શુદ્ધ દેશી ઘીના 108 કળશ પ્રાચીન રીતે સજ્જ બળદગાડામાં મુકીને અયોધ્યા રવાના કરવમાં આવ્યા હતા. આ રથની સાથે જોધપુરના ઘણા રામ ભક્તો પણ અયોધ્યા જવા રવાના થયા હતા. રથમાં 108 કળશની સાથે 108 શિવલિંગ પણ રાખવામાં આવ્યા છે ઉપરાંત ભગવાન ગણેશ અને રામભક્ત હનુમાનની મૂર્તિઓ સાથે રાખવામાં આવી છે. રથને પ્રસ્થાન કરવાવતા પહેલા ભક્તોએ ઘીના કળશની આરતી કરી હતી. જ્યારે રથને રવાના કરવામાં આવ્યો ત્યારે ભગવાન શ્રી રામના નારા સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો.

આશ્રમના મહંત મહર્ષિ સાંદીપનિ મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે સદીઓથી રાહ જોવાતી હતી, હવે મંદિર બનાવવું ખુશીની વાત છે, તેથી રામ ભક્તોમાં ઉત્સાહ છે. દરેક માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે રામકાજ માટે જોધપુરથી ખાસ ઘી મોકલવામાં આવી રહ્યું છે. આ વિશેષ ઘૃત-રથયાત્રા જોધપુરથી નીકળી જયપુર, ભરતપુર, મથુરા, લખનૌ થઈને અયોધ્યા પહોંચશે. આ દરમિયાન રસ્તામાં આવેલા મુખ્ય ગામોમાં વિવિધ સ્થળોએ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન ઐતિહાસિક મંદિરો સુધી શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.

જોધપુરના બનાર પાસે જયપુર રોડ પર શ્રી શ્રી મહર્ષિ સાંદીપનિ રામ ધર્મ ગૌશાળા છે. આ ગૌશાળાનું સંચાલન મહંત મહર્ષિ સાંદીપનિ મહારાજ કરી રહ્યા છે. મહર્ષિ સાંદીપનિ મહારાજે જણાવ્યું કે, તેમણે 20 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો કે જ્યારે પણ અયોધ્યામાં રામ મંદિર બનશે, ત્યારે તેઓ શુદ્ધ દેશી ગાયનું ઘી લઈને જશે.

તેમમે 60 ગાયોના દુધમાંથી ઘી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું, તેમણે સંકલ્પ લીધો હતો કે જેટલું પણ ઘી બનશે તેને બળદગાડામાં અયોધ્યો મોકલશે.

સાંદિપની સ્વામી છેલ્લાં 9 વર્ષથી ઘી ભેગું કરતા હતા. પહેલા ઘી વાસણમાં રાખવામાં આવતું હતું, પછી સુરક્ષિત સંગ્રહ માટે સ્ટીલની ટાંકીઓ લાવવામાં આવતી હતી. આ ઉપરાંત ઔષધિઓ દ્વારા ઘીનું જતન કરવામાં આવ્યું હતું. ઘીને દર 3 વર્ષે ઉકાળવામાં આવતું હતું. ઘીને સ્ટીલની ટાંકીઓમાં 16 ડિગ્રી તાપમાનમાં રાખવામા આવ્યું હતું જેથી ઘી બગડી ન જાય.

સાંદિપની સ્વામીએ કહ્યુ કે છેલ્લાં 9 વર્ષમાં ગાયોની સંખ્યા 60થી વધીને 350 કરી દેવામાં આવી છે.

આ યાત્રા માટે 108 રથ બનાવવામાં આવ્યા છે જેમાંથી 11 મોટા રથ છે. અને 97 નાના પ્રતિકાત્મક રથ બનાવવામાં આવ્યા છે. રથની સાથે બે બળદ પણ ચાલશે. એક રથની કિંમત લગભગ 3.5 લાખ રૂપિયા છે. રથયાત્રા જોધપુરથી પાલી, અજમેર, બ્યાવર, જયપુર, ભરતપુર, મથુરા, લખનૌ થઈને અયોધ્યા પહોંચશે. યાત્રા દરમિયાન શહેરના આગેવાનો ચારથી પાંચ મંદિરોની પણ મુલાકાત લેશે.

આ ક્રમ અયોધ્યા સુધી ચાલુ રહેશે. આ યાત્રા લખનૌ શહેરમાં પાંચ દિવસ સુધી ચાલશે. આ યાત્રા આખા લખનૌ શહેરમાં બળદ સાથે લઈ જવામાં આવશે. દરેક રથમાં 3 લોકો સેવા આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp