ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

આચાર્ય ભાવિન પંડ્યા

7874236000, 7874235000

તારીખ: 07-04-2024

દિવસ: ગુરુવાર

મેષ: કૌટુંબિક અને નાણાકીય સમસ્યા હશે તો આજના દિવસે સુલજાવી શકાશે. સામાજિક પ્રસંગો પોતાના ન હોવા છતાં ખર્ચો પ્રસંગો થકી આવશે. તમારો વ્યવહાર હકારાત્મક રાખશો તો આ સમસ્યાઓમાં તમને સરળતા રહેશે.

વૃષભ: આજે તમને ભૂતકાળના માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. જેની આશા હોય જ પહેલેથી ઍવો પ્રસંગ સર્જાશે. અને આ પ્રસંગની વ્યવસ્થામાં તમને પરિવાર જનોનો સહકાર મળશે.

મિથુન: માનસિક રીતે સ્થિર રહી આયોજન કરવાથી કાર્યમાં સફળ રહેશો. ગુસ્સો આજે વધુ ના કરશો. આજે દિવસ સામાન્ય રહેશે.

કર્ક: જીવનસાથી સાથે આજે તકરાર થઈ શકે છે. વ્યવસાયિક રીતે આજે દિવસ સામાન્ય રહેશે અને નવા રોકાણો થકી ફાયદો થઈ શકે છે. ભાગીદારીના ધંધામાં નવી તકો આવી શકે છે.

સિંહ: અગત્યના પ્રસંગો સફળતા પૂર્વક સંપન્ન થશે. તમે તમારા કર્મોમાં ઘણા જ વ્યસ્ત રહેશો. દૂરના સંબંધીઓ સાથે ફરી મુલાકાત તમને આનંદની અનુભૂતિ કરાવશે. ગણપતિ મહારાજની પૂજા આજે તમારા માટે સૌથી લાભદાયી રહેશે.

કન્યા: લાભદાયી કર્મોની રચના થઈ શકે છે. આળસ ભાંગી આજે તમે કર્મ પ્રતિ નિષ્ઠાવાન રહેશો. તમારા કર્મલક્ષી વ્યવહારને લીધે પરિવાર જનોમાં તમારી પ્રતીષ્ઠા અને માન વધશે.

તુલા: આજે ભૂતકાળમાં તમારા મનને સમસ્યા આપનારા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. તમારા મનને અભૂતપૂર્વ શાંતિની અનુભૂતિ થશે. આજે તમારો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ છે.

વૃશ્વિક: તમારા મનની ચિંતાનું નિવારણ અવશ્ય આવશે. નાણાને લગતી સમસ્યાઓનું આજે યોગ્ય નિરાકરણ આવશે. આજે તમારું સ્વાસ્થ્ય તમને સાથ આપશે. તમારો શુભ અંક 6 છે. અને તમારો શુભ રંગ રાતો છે.

ધન: નોકરી અને ધંધામાં વર્ષોથી ઉભરતા પ્રશ્નોનો આજે સમાધાન આવશે. અપરિણીત યુવક અને યુવતીઓ માટે આજે લગ્ન સંબંધી શુભ સમાચાર મળી શકે છે. તમારો શુભ અંક 1 છે.

મકર: આર્થિક સમસ્યામાંથી બહાર આવી શકશો. આજે તમારે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું પડશે. સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ પણ થઈ શકે છે. તેથી આજે ગણપતિ અથર્વસિષ્ટના 11 પાઠ કરવા તમારા માટે અતિ યોગ્ય રહેશે. તમારો શુભ અંક આજે 3 છે અને શુભ રંગ કેસરી છે.

કુંભ: તમારી ઇચ્છાઓ આજે અપૂર્ણ રહેશે તમે તે ઇચ્છાઓ માટે ઘણા પ્રયત્નો પણ કરશો છતાં દિવસના અંતે તે અપૂર્ણ જણાશે. આજે તમારે દત્ત બાવનીના બાવન પાઠ કરવા જોઈએ જેથી તમને ઈચ્છા પૂર્તી પ્રાપ્ત થઈ શકે. તમારો શુભ અંક 6 છે અને શુભ રંગ ભૂરો છે.

મીન: તમે ભૂતકાળમાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજે શ્રી શનિદેવ મહારાજને પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. તમારો શુભ અંક 9 છે અને શુભ રંગ વાદળી છે.

સરનામું :- 303,304, રાજ હાર્મની શોપિંગ મોલ, ઉગત - ભેંસાણ કેનાલ રોડ ક્રોસિંગ, પાલનપુર કેનાલ રોડ, અડાજણ, સુરત.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp