સમુદ્રમાં બનેલું 600 વર્ષ જૂનું અનોખું મંદિર, જેની સુરક્ષા કરે છે ઝેરીલા સાપ

PC: balicheapesttours.com

આમ જોઈએ ભારતની સાથે સાથે દુનિયાભરમાં મંદિરની કોઈ કમી નથી. પરંતુ, મુસ્લિમ દેશ ગણાતા ઈન્ડોનેશિયામાં સ્થિત એક મંદિર ખૂબ જ રહસ્યમય અને ખાસ છે. આ મંદિર દરિયા કિનારે સ્થિત એક મોટી શિલા પર આવેલું છે. આ શિલાનું નિર્માણ હજારો વર્ષો પહેલા દરિયાના પાણીના પ્રવાહના લીધે અને ક્ષારણના પરિણામ સ્વરૂપે થયું છે. આ મંદિરના નિર્માણની વાર્તા ખૂબ જ રહસ્યમય અને રોચક છે. જેને જાણીને સૌ કોઈ ચોંકી જશે.

આ મંદિરને 'તનાહ લોત મંદિર'થી પણ ઓળખવામાં આવે છે. જે ઈન્ડોનેશિયાના બાલીમાં આવેલું છે. ખરેખર સ્થાનિક ભાષામાં 'તનાહ લોત'નો મતલબ સમુદ્રી ભૂમિ એવો થાય છે. આ મંદિર બાલી શહેરમાં આવેલા દરિયા કિનારે બનેલા એ સાત મંદિર પૈકી એક છે.જેને એક શૃંખલાના રૂપમાં બનાવવામાં આવ્યું છે. જેની ખૂબી એ છે કે, દરેક મંદિર એકબીજાથી ખૂબ અલગ તરી આવે છે. આ મંદિર જે શિલા પર ટકેલું છે તે વર્ષ 1980માં નબળી બનીને તૂટવા લાગી હતી. ત્યાર બાદ મંદિર અને તેની આસપાસના વિસ્તારને જોખમી વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ પછી જાપાન સરકારે આ મંદિર બચાવવા ઈન્ડોનેશિયા સરકારને મદદ કરી હતી. જેના પરિણામ સ્વરૂપ આ મંદિરનો લગભગ એક તૃતિયાંશ ભાગનું રિનોવેશન કરી તેને કૃત્રિમ શિલા વડે ઢાંકીને નવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

Come to

એવું પણ માનવામાં આવે છે કે, તનાહ લોત મંદિરનું નિર્માણ 15મી સદીમાં નિરર્થ નામના એક પૂજારીએ કરાવ્યું હતું. સમુદ્રના કિનારે કિનારે ચાલતા ચાલતા તેઓ આ જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાર બાદ આ જગ્યાની સુંદરતાએ તેમનું મનમોહી લીધું હતું. તેઓએ અહીં રાત્રી રોકાણ પણ કર્યું હતું. આસપાસના માછીમારોને આ જગ્યા પર એક સમુદ્ર દેવતાનું મંદિર બનાવવા માટે પણ અપીલ કરી હતી.

આ મંદિરમાં પૂજારી નિરર્થની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, માયાવી શક્તિ, આત્માઓ તથા ખરાબ લોકોથી આ મંદિરની સુરક્ષા માટે શિલા નીચે રહેલા ઝેરિલા અને ખતરનાક સાપ કરી રહ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે, પૂજારી નિરર્થે પોતાની શક્તિથી એક મહાકાય સમુદ્રી સાપનું સર્જન કર્યું હતું. જે આજે પણ આ મંદિરની સુરક્ષા કરી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp