આ દિવસે માતા વૈષ્ણો દેવીની ખુલશે પ્રાચીન ગુફા, દર્શન કરવાનો હશે સોનેરી મોકો

PC: dainikbhaskar.com

માતા વૈષ્ણો દેવીનુ મંદિર દેશભરના ભક્તો માટે આકર્ષણનુ કેન્દ્ર બનેલું છે. માતા વૈષ્ણો દેવીના દર્શનાર્થે જવા માટે સૌ ભક્ત આતુરતાથી રાહ જુએ છે. ત્યારે જો તમે અત્યા સુધી માતા વૈષ્ણો દેવીના દર્શનાર્થે જવા માટે પ્લાન બનાવી રહ્યા છે તો બનાવી લો, કારણ કે આ અઠવાડિયાએ માતા વૈષ્ણા દેવીના દર્શનાર્થે જઇ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાચીન ગુફાનો રસ્તો લોહરી તહેવાર બાદ મકર સંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીના રોજ ખોલવામાં આવશે. માતા વૈષ્ણો દેવીના ભક્ત આ રસ્તામાંથી માતાના દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જાન્યુઆરીમાં જ પ્રાચીન ગુફાનો રસ્તો ખોલવામાં આવે છે.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાયન બોર્ડે લીધો નિર્ણય

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે મકર સંક્રાંતિના શુભ અવસર પર શ્રદ્ધાળુ માટે માતા વૈષ્ણો દેવીની પ્રાચીન ગુફાના કપાટ ખોલવાનો નિર્ણય લીધો છે. સમગ્ર દેશમાં આ શુભ દિવસનો ભક્તો આતુરતાથી રાહ જુએ છે. મકર સંક્રાંતિના દિવસે વૈષ્ણો દેવીની દિવ્ય આરતી અને જે બાદ પ્રાચીન ગુફાની મંત્રોચ્ચારણની પૂજા-અર્ચના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp