વસંત પંચમી પર પીળા રંગથી કરો આ ચોક્કસ ઉપાય, બુદ્ધિની સાથે ધનમાં પણ થશે વધારો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વસંત પંચમીના દિવસે જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. આથી જ માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિધિ વિધાનથી માતા સરસ્વતીની પૂજા કરવાથી ભક્તોને વિદ્યા અને બુદ્ધિના આશીર્વાદ મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરીના દિવસે આવી રહ્યો છે. શાસ્ત્રો મુજબ આ દિવસે પીળા રંગનો વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગનો ઉપયોગ કરવાથી માતા સરસ્વતીની કૃપાથી વ્યક્તિને બુદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
વસંત પંચમીના દિવસે પીળા રંગથી કરો આ ઉપાય
1 જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગની બરફી અથવા લાડુનો ભોગ ધરાવો. આ પછી આ ભોગને 7 છોકરીઓમાં વહેંચી દો. આનાથી મા સરસ્વતીની સાથે સાથે મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
2 જો તમારું બાળક અભ્યાસમાં નબળું છે અથવા ભણવામાં તેનું મન નથી લાગતું, તો તેના હાથોથી કોઈ ગરીબ વ્યક્તિને પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા, દાળ, પીળા કપડાં, શિક્ષણ વગેરે સાથે જોડાયેલ વસ્તુનું દાન કરાવો. તેનાથી માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
3 જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે અને યાદશક્તિના વિકાર માટે વસંત પંચમી પર પીળા રંગના વસ્ત્રો પહેરો. આ સાથે જ, બે મુખ વાળો દીવો પ્રગટાવો અને વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરો.
4 જો કોઈ વ્યક્તિના લગ્ન જીવનમાં તણાવ હોય તો વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર મિક્સ કરીને દેવી સરસ્વતીનો અભિષેક કરી દો. તેનાથી વ્યક્તિની વાણીમાં મીઠાસ આવે છે.
5 વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને ભોગમાં મળેલા મીઠા ચોખા ચઢાવો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. વાણી પર નિયંત્રણ રાખવાની ક્ષમતા વધે છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ નીખરી આવે છે.
6 જો કોઈ વ્યક્તિને અભ્યાસમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે, તો વસંત પંચમીના દિવસે 108 પીળા ફૂલ દેવી સરસ્વતીને ચઢાવી દો. આટલું જ નહીં, ઓમ એં સરસ્વત્યાય એં નમઃ મંત્રની એક માળાનો જાપ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp