26th January selfie contest

આવતીકાલે છે શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે કે અખાત્રીજ

PC: shankhnaad.in

અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની ખરીદી કે જમીન કે મકાન વગેરેની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ. આ દિવસે બધા જ શુભ કાર્યો કરી શકાય. 

મુહૂર્ત ગ્રંથ પ્રમાણે અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે હોય છે. આ અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં આ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઇપણ મંગલ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર જોવાની જરૂર હોતી નથી. 

આ અક્ષય તૃતિયા બાબતે જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ જણાવ્યું કે આ વર્ષે અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજ બુધવારને તા. 17-04-2018ના દિવસે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે પ્રોપર્ટી બૂક કરાવવી હોય, ખરીદવી હોય તે માટે પણ દિવસ શ્રેષ્ઠ છે.

અખાત્રીજ એટલે કદી ક્ષય ન થનારી તિથિ. આ દિવસે કરાયેલા દાન પુણ્ય, હવન, જપનો વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેનાથી એને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને ભગવાન પરશુરામનો અવતાર થયો હતો. આ દિવસે ભારતમાં અનેક શહેરોમાં મેળાઓ, શોભાયાત્રાના આયોજન પણ થાય છે. 

અખાત્રીજ સ્વયં સિદ્ધિ મુહૂર્ત છે. આ દિવસે વિવાહ-લગ્ન, વ્યવસાયનો શુભારંભ, ગૃહ પ્રવેશ, સોના-ચાંદી, વસ્ત્રાલંકારની ખરીદી કરી શકાય. આ દિવસથી વર્ષમાં તેજી-મંદી (કોમોડીટી) કેવી રહેશે તે વિશે ગણતરી કરવામાં આવતી હોય છે. અખાત્રીજના દિવસે આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહાલક્ષ્મીજીની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. જન્મકુંડળીના ગ્રહયોગો પ્રમાણે વિવાહ-લગ્નમાં વિલંબ યોગ બનતાં હોય તો આદિવસે ભગવાન શિવજી-મા પાર્વતી દેવીનું વિધીવત પૂજન કરી તાંબા અથવા માટીના કળશમાં પાણી ભરી પુષ્પ, ફળ, ગંધ, તલ અને અન્નવસ્ત્ર સાથે કળશ શિવ મંદિરે મૂકવામાં આવે છે અને માં પાર્વતી દેવીના ૐ કલીમ્‍ કલીમ્‍ નમઃ મંત્રના જપ કરી મનોવાંચ્છિત કન્યા-વર પ્રાપ્તિ માટે ઉપાસના કરવામાં આવતી હોય છે. આ દિવસે શુભ કાર્યો માટે મુહૂર્ત આ પ્રમાણે છે.

(જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરા)

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp