શું કાળા પટ્ટાવાળી ઘડિયાળ લાવે છે ખરાબ સમય, શું ઊલટી પડી શકે છે શનિ દેવની દૃષ્ટિ

PC: amazon.in

કાળા રંગ સાથે ઘણા પ્રકારની વાતો જોડાયેલી છે. જ્યાં ફેશનમાં 'એવરગ્રીન'કલર માનવામાં આવે છે, તો જ્યારે વાત જ્યોતિષની આવે તો મોટા ભાગે કહેવામાં આવે છે કે 'શુભ કામમાં કાળો રંગ ન પહેરવો જોઈએ.' ઉત્તર ભારતમાં તો ઘણી જગ્યાએ લગ્ન બાદ મહિલાઓને વર્ષભર સુધી કાળો રંગ પહેરવાની બિલકુલ મનાઈ હોય છે, પરંતુ શું કાળા રંગને લઈને જોડાયેલી બધી વાતો સાચી છે? શું તમારી ઘડિયાળનો કાળો પટ્ટો પણ તમારા માટે અપશુકનને નિમંત્રણ આપી શકે છે? આ સવાલ મોટા ભાગે પૂછવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કાળો શનિદેવનો રંગ માનવામાં આવે છે. એવામાં મોટા ભાગે શુભ કામોમાં તેને પહેરવાની ના પાડવામાં આવે છે, પરંતુ ઘડિયાળના કાળા પટ્ટા પર જ્યોતિષ અને વાસ્તુ એક્સપર્ટ, શ્રુતિ ખરબંદાએ ઘણી વાસ્તુ સ્પષ્ટ કરી છે. શું કાળા પટ્ટાવાળી ઘડિયાળ ખરાબ સમય લાવી શકે છે? તેના જવાબમાં શ્રુતિ કહે છે કે, 'નહીં, કાળા પટ્ટાવાળી ઘડિયાળ પહેરવું અપશુકન લાવતી નથી. કાળો શનિનો રંગ છે. જો તમે જોશો તો મોદીજી કે અમિત શાહના હાથોમાં તમને કાળા રંગનો દોરો જોવા મળે છે.

રાજેનતાઓ માટે શનિ ખૂબ જરૂરી છે. જો શનિ સારા ભાવનો છે તો અમે પોતે કાળા રંગનો દોરો પહેરવા કહીએ છીએ. કેટલીક વખત અમને લોકો નીલમ કે કેટલાક એવા રત્ન પહેરીને નજરમાં પડે છે, તેની જગ્યાએ પોતે કાળા પટ્ટાવાળી ઘડિયાળ પહેરવા કહીએ છીએ. જો તમારો શનિ સારો છે તો તમામને નામ, પ્રસિદ્ધિ, પૈસા બધુ અપાવે છે. એટલે એ અશુભ હોતી નથી. તેઓ આગળ તેના બીજા પહેલું પર વાત કરતા બતાવે છે કે, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે જો કોઇની સાઢાસાતી ચાલી રહી છે, તો અમે કાળા પટ્ટાવાળી ઘડિયાળ પહેરવાની મનાઈ કરીએ છીએ.

ફેબ્રુઆરી ઘણી ઘણી રાશિઓ માટે વિશેષ થવાનો છે. ખાસ કરીને તેમના માટે જે વર્તમાનમાં શનિની સાઢા સાતી અને ઢૈયા (અઢી વર્ષનો સમય)થી પ્રભાવિત છે. જ્યોતિષચાર્ય અર્થ મિશ્રા મુજબ, લગભગ 36 દિવસ એવા આવવાના છે, જ્યારે સાઢાસાતી અને ઢૈયાથી પ્રભાવિત રોકાયેલા કાર્ય પૂર્ણ થશે અને આ દરમિયાન તેઓ કોઈ નવું કામ પણ શરૂ કરી શકે છે. જ્યોતિષાચાર્ય મુજબ, 11 ફેબ્રુઆરીથી શનિ અસ્ત થશે. આ તિથિથી આગામી 36 દિવસ સુધી મંથર ગતિથી ચાલશે. આ કારણે તેમના પ્રભાવમાં કમી આવી જશે. વર્તમાનમાં મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર સાઢાસાતી ચાલી રહી છે અને કર્ક અને વૃશ્ચિકવાળાઓ પર શનિની ઢૈયાનો પ્રભાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp