હર્ષ સંઘવીને કારણે આખરે જૈન સમાજના આંદોલનનો સુખદ અંત આવ્યો
પાવાગઢમાં 16 જૂને મહાકાળી માતાના મંદિરના પગથિયા પાસે જૈન તીર્થકરોની પ્રતિમા હટાવી દેવાની ઘટનાએ જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો, પરંતુ 3 દિવસની લડત બાદ આખરે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની દરમિયાનગીરીને કારણે મંગળવારે મોડી રાત્રે જૈન સમાજના આંદોલનનનો સુખદ અંત આવી ગયો હતો અને જૈન સમાજના લોકોએ ઢોલ-નગારા સાથે ઉજવણી પણ કરી હતી.
16 જૂને જ્યારે આ ઘટના વિશે માહિતી બહાર આવી ત્યારે સુરતમાં જૈન સમાજના લોકો મોડી રાત્રે ક્લેકટર ઓફીસે પહોંચી ગયા હતા અને ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. એ પછી રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ FIR કરવાનો આદેશ આપ્યો અને સતત જૈન સમાજના અગ્રણીઓ અને જૈનાચાર્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.મંગળવારે મોડી રાત્રે જૈન સમાજની બધી માંગો માની લેવાતા આંદોલનને સમેટી લેવાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp