તેરાપંથ સમાજના આચાર્ય મહાશ્રમણનો ભવ્ય ચાતુમાર્સ આ વર્ષે સુરતમાં
સુરતમાં તેરાપંથ જૈન સમાજ દ્રારા 15 જુલાઇથી આચાર્ય મહાશ્રમણના ભવ્ય ચાતુમાર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ વિસ્તારમા આવેલી મહાવીર યુનિવર્સિટીમાં બાજુમાં ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 4 નવેમ્બર આચાર્ય સુરતથી વિહાર કરશે. સામાન્ય રીતે અન્ય શહેરોને 50 વર્ષ સુધી ચાતુમાર્સનો લાભ મળતો નથી જ્યારે સુરતને 21 વર્ષમાં જ ફરી આ લાભ મળ્યો. આચાર્ય મહાશ્રમણ પ્રવાસ વ્યવસ્થા સમિતિના પ્રમુખ સંજય સુરાના, મહાવીર યુનિવર્સિટીના સંચાલક સંજય જૈન, અર્જૂન મેડતવાલ, સંજય ભણશાળી, અંકેશ શાહ સહિતના આયોજકોએ માહિતી આપી હતી. 4 મહિના સુધી જુદા જુદા કાર્યક્રમો ચાલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp