ગુજરાતનું કરોડપતિ દંપતિ દીક્ષા લેશે, 500 કરોડની સંપત્તિ કોને આપશે?

PC: divyabhaskar.co.in

રિવરફ્રન્ટ પર 22 એપ્રિલે જૈન સમાજનો સૌથી મોટો દીક્ષા મહોત્સવ યોજાવવવાનો છે, જેમાં 35 મુમુક્ષો દીક્ષા લેવાના છે. પરંતુ એમાં એક કરોડપતિ દંપતિ છે જે પણ દીક્ષા લેવાનું છે અને તેમની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. દંપત્તિ 500 કરોડ રૂપિયાનું આસામી છે. લોકોને એ જાણવામાં રસ છે કે આ દંપત્તિ કોણ છે?

દીક્ષા લેનાર દંપતિનું નામ છે ભાવેશ ભંડારી અને જીનલ ભંડારી. ભાવેશ ભંડારીનો હિંમતનગરમાં શ્રોફનો બિઝનેસ છે અને તમની અમદાવાદમાં પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે. તેમની 500 કરોડની સંપત્તિમાંથી 250 કરોડની સંપત્તિ તેમના પરિવારજનો, સ્નેહીઓને અપાશે જ્યારે 250 કરોડ રૂપિયાની સંપત્તિ જૈન સમાજના કલ્યાણ માટે આપી દેવામાં આવી છે. ભાવેશ ભંડારીના બે સંતાનો એક 16 વર્ષનો પુત્ર અને 19 વર્ષની પુત્રીએ ગયા વર્ષે જ દીક્ષા લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp