રામ મંદિરના ઉદઘાટનમાં PMના જવા પર જમિયતનો વિરોધ,મૌલાના મદનીએ આપ્યું આ નિવેદન

PC: zeebiz.com

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે અને 22 જાન્યુઆરીએ રામલલ્લાને મંદિરમાં બિરાજમાન કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અયોધ્યા રામ મંદિરના ઉદઘાટન માટે જવાના નિર્ણય પછી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.

રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને લઈને વિરોધના સૂર ઉભા થયા છે. હવે મુસ્લિમોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદના ચીફ મૌલાના મહમૂદ મદનીએ એક નિવેદન જાહેર કરીને વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાને કોઈ મંદિર કે કોઈ પૂજા સ્થળના શિલાન્યાસ માટે ન જવું જોઈએ.

જમિયત ઉલેમા-એ-હિંદના ચીફ મૌલાના મહમૂદ મદનીએ કહ્યુ કે, એવું કહેવાય છે કે અયોધ્યામાં મસ્જિદ બની રહી છે, આપણા વડાપ્રધાન ત્યાં જઈને તેનું ઉદ્ઘાટન કરશે. અમે બે વાત કહેવા માંગીએ છીએ. એક તો અમે અયોધ્યા પર કોર્ટના નિર્ણયને સાચો માનતા નથી. અમારું માનવું છે કે તે નિર્ણય ખોટા માહોલમાં, ખોટી રીતે, ખોટા આધાર પર લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ કે, બીજી વાત એ છે કે દેશના પ્રધાનમંત્રીએ મંદિર કે મસ્જિદ કોઇ પણ પૂજા સ્થળ પર ન જવું જોઇએ.એનાથી તમારે દુર રહેવું જોઇએ. ધર્મનો મામલો લોકોનો છે. હું જમીયતના લોકોને કહેવા માંગુ છું કે જો તેઓ આવા કાર્યક્રમમાં કોઈપણ રીતે ભાગ લેશે ભલે પછી મૌખિક પણ મ ન હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું  હતું.  અયોધ્યમાં રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી થશે. એ પહેલાં 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધીના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અયોધ્યા રામ મંદિરના ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું એ પછી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યુ હતું કે, આમંત્રણ મળવા પર હું મારી જાતને ધન્ય સમજુ છું. અને એ મારું સૌભાગ્ય હશે કે આ ઐતિહાસિક અવરસનો હું સાક્ષી બનીશ.

PM મોદીને જ્યારથી આમંત્રણની વાત આવી છે ત્યારથી વિરોધ શરૂ થો છે. અનેક વિપક્ષી નેતાઓ વિરોધ કરી ચૂક્યા છે. કેટલાંક વિરોધ પક્ષોના નેતાઓએ કહ્યુ કે, PM મોદીને બોલાવવાની જરૂરત જ શું કામ છે. કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે PM મોદીના જવા પર સવાલ ઉભા કર્યા છે.

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મુસ્લિમ સમુદાયને મસ્જિક માટે 5 એકર જમીન ફાળવવાનો ચુકાદો આપ્યો હતો. અયોધ્યા રામ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે જ્યારે મસ્જિદના નિર્માણનું કામ હજુ સુધી શરૂ થયું નથી. મસ્જિદના વિલંબ પર સવાલો ઉભા થઇ રહ્યા છે. આ વચ્ચે અયોધ્યામાં કેટલાંક મુસ્લિમ બુદ્ધિજીવીઓએ માંગ કરી છે કે જ્યારે PM અયોધ્યા જઇ જ રહ્યા છે તો સાથે સાથે મસ્જિદનો પણ શિલાન્યાસ કરી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp