મકર સંક્રાતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે પુણ્ય, પિતૃઓને મળે છે મોક્ષ

PC: patrika.com

સૂર્યની આ વિશેષ સંક્રાતિને દેશભરમાં મકર સંક્રાતિના રૂપમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાતિ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આને સૂર્ય સંક્રાતિ અથવા મકર સંક્રાતિ કહેવામાં આવે છે. આ પુણ્ય અવસર પર સ્નાન, દાન, અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે. મકર સંક્રાતિ પર સ્નાન માટે એમ તો દેશભરમાં ઘણાં સ્થળો જાણીતા છે, પરંતુ સૌથી વધારે મહત્વ ગંગાસાગરનું છે.

બરફથી ઢંકાયેલા હિમાલયથી આરંભ થઇને ગંગા નદી ધરતી પર નીચે ઉતરે છે અને હરિદ્વારથી થઇને મેદાની સ્થળો પર પહોંચે છે. જો કે, ક્રમશઃ આગળ વધતાં ઉત્તર પ્રદેશના બનારસ, પ્રયાગથી પ્રવાહિત થઇને બંગાળની ખાડીમાં ભળી જાય છે. પવિત્ર નદી ગંગા જે જગ્યાએ સાગરને મળે છે તેને ગંગાસાગર એટલે કે સાગર દ્વિપ કહેવામાં આવે છે. આ પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. મકર સંક્રાતિના દિવસે લાખો હિન્દુ તીર્થયાત્રી અહીં ડુબકી લગાવીને પૂજા-અર્ચના કરે છે. અહીં કપિલ મુનિ મંદિરમાં પૂજા થાય છે.

પુરાણોમાં ગંગા સાગરની ઉત્પતિ પાછળ એક કથામાં જણાવાયું છે, આના અનુસાર, કપિલ મુનિના શ્રાપના કારણે રાજા સાગરના 60 હજાર પુત્રોનું આ સ્થાન પર મૃત્યુ થયું હતું. તેમના મોક્ષ માટે રાજા સગરના વંશજ રાજા ભગીરથ ગંગાને પૃથ્વી પર લાવ્યા અને ગંગા અહીં જ સાગરને મળી હતી. માન્યતા છે કે ગંગાસાગર પવિત્ર તીર્થયાત્રા સેંકડો તીર્થ યાત્રાઓના સમાન છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે હર તીર્થ બાર-બાર, ગંગાસાગર એક બાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp