કોરોના વાયરસના આતંક વચ્ચે લાલબાગ ચા રાજાએ લીધો મોટો નિર્ણય

PC: toiimg.com

કોરોના વાયરસ મહામારીના કારણે તેની અસર તહેવારો પર પણ પડવા લાગી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રચલિત ગણપતિ મંડળોમાં સામેલ લાલબાગચા આ વખતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરશે નહીં. કોરોના મહામારીને જોતા લાલબાગચા ગણપતિ મંડળે બુધવારે આ નિર્ણય લીધો છે. આ વખતે ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.

મંડળના અધિકારીઓનું કહેવું છે કે, ગણપતિ પ્રતિમાની લંબાઇ ઓછી કરી શકાય નહીં. જો નાની મૂર્તિ પણ લાવવામાં આવે છે તો બપ્પાના દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થશે. એવામાં લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતા આ વર્ષે ન કોઇ મૂર્તિ સ્થાપના થશે અને ન તો કોઇ મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.

ગણેશ ઉત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ, કરીશું પોલીસકર્મીની મદદ

લાલબાગચા મંડળ આ વખતે ગણપતિ ઉત્સવને આરોગ્ય સેતુ તરીકે ઉજવશે. જેના હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ લગાવવામાં આવશે. પ્લાઝ્મા થેરાપીને પ્રમુખતા આપવામાં આવશે. તો કોરોનાથી મરનારા પોલીસકર્મીઓના પરિવારોની પણ આર્થિક મદદ કરવામાં આવશે. પૂરા દેશમાં મુંબઈ સૌથી વધારે કોરોના પ્રભાવિત શહેરોમાં છે. જણાવી દઈએ કે, ગણપતિ મંડળ કોરોના વાયરસ સંકટ કાળમાં પહેલાથી જ હેલ્થ કેમ્પેઇન ચલાવી રહ્યું છે. જેના હેઠળ જનતા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પેઇન પણ ચલાવવામાં આવી રહ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે, લાલબાગચાના રાજા તેમના ભક્તોને સ્વસ્થ જોવા માગે છે. એવામાં સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખતા આ વર્ષે મૂર્તિ સ્થાપના થશે નહીં અને ન તો વિસર્જન કરવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરેએ ગણેશ ઉત્સવને લઇ આપ્યો આ આદેશ

તેમણે કહ્યું હતું કે, આ વર્ષે ગણપતિ ઉત્સવ દરેક વર્ષની જેમ ઉજવવામાં આવે નહીં. કારણ કે તેમાં મોટી સંખ્યામાં લોકો જમા થાય છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ગણપતિની પ્રતિમાની ઊંચાઇ 4 ફૂટ સુધીની જ રાખવામાં આવે.

સ્થાપના 1934માં થઇ હતી

જણાવી દઈએ કે, લાલબાગચા રાજા મુંબઇના સૌથી વધારે લોકપ્રિય સાર્વજનિક ગણેશમંડળ છે. જેની સ્થાપના 1934માં થઇ હતી. જે મુંબઈના લાલબાગ, પરેલ વિસ્તારમાં સ્થિત છે. આ ગણેશ મંડળ 10 દિવસીય મહોત્સવ દરમિયાન લાખો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

આ પ્રસિદ્ધ ગણપતિને ‘નવસાચા ગણપતિ’(ઈચ્છાઓની પૂર્તિ કરનારા)ના રૂપમાં પણ જાણવામાં આવે છે. દર વર્ષે તેમના દર્શન કરવા માટે ત્યાં લગભગ 5 કિમી જેટલી લાંબી લાઇનો લાગે છે. લાલબાગ ગણેશ પ્રતિમાનું વિસર્જન ગિરગાંવ ચોપાટીમાં દસમાં દિવસે કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp