
ભારત વિશ્વમાં એક એવો દેશ છે જે દેશમાં ઘણા ધર્મો છે. તમામ ધર્મના લોકો નાત, જાતના ભેદભાવ વગર એક સાથે રહે છે. વર્તમાન સમયમાં પણ હિંદુ ધર્મની ઘણી એવી પરંપરાઓ છે, જેનું પાલન સદીયોથી થતું આવ્યુ છે. વર્તમાન સમયમાં લોકો હિંદુ ધર્મનું પાલન કરે છે. આજે અમે હિંદુ ધર્મની 10 એવી પરંપરાઓ વિશે માહિતી આપીશું કે તેને વિજ્ઞાન પણ સલામ કરે છે.
10 પરંપરાઓમાં એક પરંપરા છે વડીલોના ચરણસ્પર્શ કરવા. વર્તમાન યુગ આધુનિક યુગ છે. લોકો મોર્ડન થઈ ગયા છે પરંતુ મોર્ડન યુગમાં પણ હિંદુ લોકોએ સંસ્કૃતિને જાળવી રાખી છે. કોઈ સારું કાર્ય કરે અથવા તો સવારે ઉઠે એટલે ઘરમાં મોટા વડીલોના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લે છે. પગના ચરણસ્પર્શ કરવા પાછળનું એક મહત્વપૂર્ણ કારણ છે કે, ચરણ સ્પર્શ કરવાથી મગજમાંથી નીકળવાવાળી એનર્જી હાથ અને પગ સુધી પહોંચીને તેનું એક ચક્રપૂર્ણ કરે છે.
બીજી પરંપરા નમસ્કાર કરવાની છે. ઘરે કોઇ મહેમાન આવે અથવા તો કોઈના ઘરે મહેમાનગતિ માણવા માટે જ જાય છે ત્યારે હજુ પણ ઘણા લોકો બન્ને હાથની આંગળીઓ ભેગી કરીને નમસ્કાર કરે છે. નમસ્કાર કરવાનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે, નમસ્કારની મુદ્રામાં જ્યારે બંને હાથની 10 આંગળીઓ એકબીજાને સ્પર્શ કરે છે ત્યારે તેનાથી એક્યુપ્રેશર ઉત્પન્ન થાય છે અને આ એક્યુપ્રેશર આંખ, કાન અને મગજમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે.
ત્રીજી પરંપરા લગ્ન થઈ ગયા પછી મહિલાઓ તેમની માંગમાં સિંદૂર ભરે છે.આ પરંપરા પાછળનું મુખ્ય કારણ એ છે કે, સિંદૂરમાં હળદર, ચૂનો અને મરકરી હોવાથી શરીરના બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
ચોથી પરંપરા છે તિલક કરવાની. કોઈપણ વ્યક્તિ મંદિરે જાય અથવા તો શુભ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળે ત્યારે તેમના કપાળ પણ કુમકુમ તિલક કરે છે અને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, કપાળ પર કુમકુમ તિલક કરવાથી આંખો અને માતા વચ્ચે રહેલી નસમાં કુમકુમ તિલક કરવાથી એનર્જી જળવાઈ રહે છે.
હિંદુ ધર્મની પાંચમી પરંપરા જમીન પર બેસીને ભોજન કરવાની છે. તમે ઘણી જગ્યાઓ પર મંદિરમાં જોયું હશે કે, લોકોને એકસાથે જમીન પર બેસાડીને ભોજન આપવામાં આવે છે અને તેનું પણ એક મુખ્ય વૈજ્ઞાનિક કારણ એવું છે કે, જમીન પર પલાંઠી વાળીને બેસવાથી એક યોગાસનની મુદ્રા બને છે અને આ આસનમાં બેસીને જમવાથી મગજ શાંત રહે છે અને પાચનક્રિયા પણ મજબૂત બને છે.
હિંદુની ધર્મની સંસ્કૃતિ અનુસાર કાન વીંધવાની પણ એક પરંપરા છે. જેમાં ઘણા પુરુષો તેમનો એક કાન અને મહિલાઓ બંને કાન અને નાક વીંધાવે છે. તેની પાછળનું એક એવું કારણ છે કે, કાન વીંધવાથી માણસની વિચાર શક્તિમાં વધારો થયો છે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં સકારાત્મક વિચાર કરી શકે છે.
સાતમી પરંપરા એવી છે કે જેમાં માથા પર ચોટી રાખવી. તમે ઘણી વાર જોયું હશે એ ઘરમાં પૂજા વિધિ કરાવતા બ્રાહ્મણ તેમના માથા પર શિખા એટલે કે ચોટલી રાખતા હશે. શિખા વિશે એવું કહેવામાં આવે છે કે, માથા પર જે જગ્યા પર શિખા રાખવામાં આવે છે, તે જગ્યા પર દિમાગની તમામ નસો સાથે મળે છે અને તે જગ્યા પર શિખા રાખવાથી વ્યક્તિની એકાગ્રતા અને વિચારશક્તિમાં ખૂબ જ વધારો થાય છે.
આઠમી પરંપરા ઉપવાસ કરવાની છે અને પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ઉપવાસ કરવાનું મુખ્ય કારણ શરીરની પાચનક્રિયા સારી રહે તે છે. ઉપવાસ કરવાથી હૃદય અને ડાયાબિટીસ જેવી બીમારીનો ખતરો પણ ઓછો રહે છે.
નવમી પરંપરા તુલસી પૂજા કરવાની છે કોઈ પણ હિંદુ વ્યક્તિના ઘરમાં જતાંની સાથે જ આંગણામાં તુલસીનો ક્યારો જોવા મળે છે. આયુર્વેદમાં તુલસીને ઉત્તમ ઔષધ ગણવામાં આવે છે. તુલસી ઘણા રોગોમાં રામબાણ ઈલાજ કરે છે. તેથી દરેક ઘરના આંગણામાં તુલસીની પૂજા કરવામાં આવે છે.
છેલ્લી પરંપરા મૂર્તિપૂજાની છે. હિંદુ ધર્મના દરેક મંદિરોમાં દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે અને મનને પ્રસન્નતા અનુભવાય છે. મૂર્તિની સામે ઊભા રહીને વ્યક્તિ પોતાની સમક્ષ રૂબરૂ ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ કરે છે, તેથી તેના મનમાં રહેલું તમામ તણાવ દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp