
વર્ષ 2023નું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેના દિવસે શુક્રવારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. 5 મેના રોજ થવા જઈ રહેલા પહેલા ચંદ્ર ગ્રહણની ઉપછાયા આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક હિસ્સાઓમાં દેખાશે. વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણ વિશે માહિતી નીચે આપવામાં આવી છે.
પહેલું ચંદ્ર ગ્રહણઃ 5 મે, 2023 શુક્રવાર
ચંદ્ર ગ્રહણ શરૂઃ રાત્રે 8.45 વાગ્યે જે ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે.
ચંદ્ર ગ્રહણ સમાપ્તઃ આ ગ્રહણ રાત્રે 1 વાગ્યે સમાપ્ત થશે.
ઉપછાયાનો પહેલો સ્પર્શ કાળઃ રાત્રે 8.45 વાગ્યે.
પરમગ્રાસ ચંદ્ર ગ્રહણ કાળઃ રાત્રે 10.53 વાગ્યે.
ઉપછાયાનો અંતિમ સ્પર્શ કાળઃ રાત્રે 1.00 વાગ્યે.
ઉપછાયાની કુલ અવધિઃ 4 કલાક 15 મિનિટ 34 સેકન્ડ
ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતક કાળ ચંદ્ર ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા આરંભ થાય છે જ્યારે, સૂર્ય ગ્રહણ દરમિયાન 12 કલાક પહેલા થાય છે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આંશિકરૂપે ભારતમાં દેખાશે આથી ઘણી જગ્યાઓ પર તેનો સૂતક પણ માનવામાં આવશે. ચંદ્ર ગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા લાગશે. એટલે કે 5 મેના રોજ સવારે આશરે 11 વાગીને 45 મિનિટ પર સૂતક કાળ લાગશે. સૂતક કાળમાં ઘરે રહેવું ઉચિત હોય છે. સૂતક કાળમાં ભોજન ના બનાવવુ જોઈએ. પૂજા-પાઠ ના કરવા જોઈએ. પૂજા સ્થળ, ભગવાનની મૂર્તિને સ્પર્શ ના કરવો જોઈએ. ગ્રહણ બાદ સ્નાન કરી લેવુ જોઈએ. સૂતક કાળ પહેલા બનાવેલા ભોજનમાં તુલસીનું પાન મુકી રાખવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ વિશેશરૂપે આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત હોય છે.
ચંદ્ર ગ્રહણ દરમિયાન આ કાર્યો ના કરવા જોઈએ
ક્યાં દેખાશે ચંદ્ર ગ્રહણ
ચંદ્ર ગ્રહણ ભારતના કેટલાક હિસ્સા, દક્ષિણ/પૂર્વી યુરોપ, એશિયાના મોટાભાગના હિસ્સા, આફ્રિકા, પ્રશાંત, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે.
ક્યારે થાય છે ચંદ્ર ગ્રહણ
જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે, ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. વૈજ્ઞાનિકરૂપે તેને અદ્ભુત ખગોળીય ઘટના માનવામાં આવે છે અને વૈજ્ઞાનિકો તેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp