14કે 15 જાન્યુઆરી, ક્યારે ઉજવાશે મકરસંક્રાંતિ? જાણો તારીખ, મુહૂર્ત અને પૂજા વિધિ

PC: news18.com

હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારથી વસંત ઋતુનું આગમન થવા લાગે છે. પૌષ મહિનામાં જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે.

વર્ષ 2023મા, આ તહેવાર 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. ઘણી જગ્યાઓ પર તેને ખીચડી, ઉત્તરાયણ અને લોહરી પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી ઋતુ બદલાવા લાગે છે. સાથે જ મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું એક ખાસ મહત્વ પણ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૂજા, સ્નાન, દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે ખરમાસના અંતની સાથે નવા મહિનાની શરૂઆત પણ થાય છે.

મકરસંક્રાંતિ વર્ષ 2023નું શુભ મુહૂર્ત

પંડિત અરુણેશ કુમાર શર્માના જણાવ્યા મુજબ, આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિની શરૂઆત 14 જાન્યુઆરી 2023ના રોજ રાત્રે 08 વાગ્યેને 43 મિનિટે થશે. મકરસંક્રાંતિનો શુભ સમય 15 જાન્યુઆરીએ સવારે 06 વાગ્યેને 47 મિનિટ પર શરૂ થશે અને તેનું સમાપન સાંજે 05 વાગ્યેને 40 મિનિટે થશે. જ્યારે, મહાપુણ્ય કાળ સવારે 07 વાગ્યેને 15 મિનિટથી સવારે 09 વાગ્યેને 06 મિનિટ સુધી રહેશે. ઉદય તિથિ મુજબ, આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023ના રોજ જ ઉજવવામાં આવશે. પુણ્યકાળ અને મહાપુણ્યકાળમાં સ્નાન કરવું અને દાન કરવું શુભ હોય છે.

મકરસંક્રાંતિ પૂજન વિધિ

આ દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી લોટામાં લાલ ફૂલ અને અક્ષત એટલે કે ચોખા નાખીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ ભાગવદના એક અધ્યાયનો પાઠ કરો અથવા ગીતાનો પાઠ કરો. નવા અનાજ, ધાબળા, તલ અને ઘીનું દાન કરો. ભોજનમાં નવા અનાજની ખીચડી બનાવો. ભોજન ભગવાનને અર્પણ કરીને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. સાંજના સમયે અન્નનું સેવન નહીં કરો. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણની સાથે તલનું દાન કરવાથી શનિ સાથે જોડાયેલી દરેક પીડામાંથી મુક્તિ મળે છે.

મકરસંક્રાંતિનું મહત્વ

મકરસંક્રાંતિના તહેવારને કેટલીક જગ્યાઓ પર ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન, ઉપવાસ, કથા, દાન અને ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલુ દાન અક્ષય ફળદાયી હોય છે. આ દિવસે શનિદેવ માટે પ્રકાશનું દાન કરવું પણ ખૂબ જ શુભ હોય છે. પંજાબ, UP, બિહાર અને તમિલનાડુમાં આ સમય નવા પાકની લણણીનો હોય છે. આથી ખેડૂત આ દિવસને આભાર દિવસના રૂપમાં પણ ઉજવે છે. આ દિવસે તલ અને ગોળની બનેલી મીઠાઈઓ વહેંચવામાં આવે છે. આ સિવાય મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવાની પણ પરંપરા છે.

પૌરાણિક માન્યતાઓ મુજબ, મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય દેવ તેમના પુત્ર શનિના ઘરે પણ જાય છે. એટલે કે, આ તહેવાર પુત્ર અને પિતાના મિલનનો પણ સંકેત આપે છે. એક અન્ય કથા મુજબ, રાક્ષસો પર ભગવાન વિષ્ણુના વિજય તરીકે પણ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે.

એવું કહેવાય છે કે, મકરસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર રાક્ષસોનો સંહાર કરીને તેમના માથા કાપીને મંદરા પર્વત પર દાટી દીધા હતા. ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકરસંક્રાંતિ તહેવાર તરીકે ઉજવવામાં આવવા લાગ્યો. સાથે જ આ દિવસે ગોળ સિવાય તલનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે તલનું દાન અને ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક જગ્યાએ પતંગ ઉડાવવાની પરંપરા પણ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp