UPના એક પરિવારે સ્વીકાર્યો હિંદુ ધર્મ, આશિફ-સુમૈયા બન્યા આકાશ-પ્રિયા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક પરિવારના 4 સભ્યોએ મુસ્લિમ ધર્મ ત્યાગ કરીને સનાતન ધર્મ સ્વીકારી લીધો છે. હિંદુ રક્ષા દળે હિંદુ રીતિ રિવાજ અને પૂજા કરાવીને હિંદુ ધર્મ સ્વીકાર કરાવ્યો. હિંદુ રક્ષા દળના અધ્યક્ષ પિંકી ચૌધરીનું કહેવું છે કે, આ પરિવારે અમારો સંપર્ક સાધ્યો. પછી સંપૂર્ણ રીતિ-રિવાજ દ્વારા તેમની ઘર વાપસી કરાવાઈ અને આવનારા સમયમાં મોટી સંખ્યામાં લોકો સનાતન ધર્મ સ્વીકારવાના છે.

આ દંપતિએ મંદિરમાં શંખનાદ અને વેદમંત્રોની વચ્ચે જય શ્રીરામના નારા લગાવ્યા અને આગળનું જીવન સનાતન પદ્ધતિ અનુસાર જીવવાનો સંકલ્પ પણ લઇ લીધો. ઘર વાપસી કરનારો આસિફ લોનીનો રહેવાસી છે. તેનો ટેક્સીનો કારોબાર છે. આસિફ ઘણાં સમયથી પિંકી ચૌધરીને પોતાને હિંદુ ધર્મમાં લાવવાની વિનંતી કરી રહ્યો હતો.

5 વર્ષ પહેલા તેના સુમૈયા ખાતૂન જોડે લગ્ન થયા હતા. બંનેનો એક દીકરો પણ છે. સુમૈયા શરૂઆતથી જ હિંદુ ધર્મથી પ્રભાવિત હતી. 26 નવેમ્બરના રોજ ગાઝિયાબાદના ભોપુરાના એક મંદિરમાં ઘર વાપસીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

જ્યાં આસિફ અને સુમૈયાએ વિધિ-વિધાનની સાથે પૂજા કરી. આકાશ ચૌહાણ બની ચૂકેલા આસિફે કહ્યું કે, મને સનાતન ધર્મ સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર ધર્મ લાગ્યો. ઈસ્લામ કોઈ ધર્મ નથી. ત્યાં પરસ્પર જ લગ્ન થઇ જાય છે. જે બેકાર છે. તો પ્રિયા બનેલી સુમૈયા કહે છે કે, હિંદુ ધર્મ જ બેસ્ટ છે. ઈસ્લામમાં કશું થતું નથી. તેઓ 3 વારમાં તલાક કરી દે છે.

મુસ્લિમ ધર્મ છોડી હિંદુ ધર્મ સ્વીકાર્યો

જાણકારી અનુસાર, આસિફને આકાશ ચૌહાણ અને સુમૈયા ખાતૂનને પ્રિયા ચૌહાણ, નાઝિયાને અર્ચના અને તેના 5 વર્ષના દીકરાનું નામ આર્યન રાખવામાં આવ્યું. આ દરેકે જીવનભર સનાતન ધર્મની પદ્ધતિ પર ચાલવાનું વચન લીધુ અને કહ્યું કે, સનાતન ધર્મ સૌથી પવિત્ર ધર્મ છે. જેનો ભાગ બનવો તેમના માટે સૌભાગ્યની વાત છે.

સનાતન ધર્મનો સ્વીકાર કરનારી પ્રિયા ચૌહાણે કહ્યું કે, 5 વર્ષ પહેલા તેમણે હિંદુ ધર્મ અનુસાર મંદિરમાં લગ્ન કર્યા હતા. પણ ત્યાર બાદ મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો હતો. હિંદુ રક્ષા દળની અધ્યક્ષ પિંકી ચૌધરી અનુસાર, આ લોકોએ સંગઠનનો સંપર્ક કર્યો અને પોતે સનાતન ધર્મમાં આસ્થા વ્યક્ત કરી. જેના આધારે અમે તેમને સનાતન ધર્મમાં ઘર વાપસી કરાવી.

પિંકી ચૌધરીએ કહ્યું કે, આ પ્રકારે અન્ય લોકોની પણ ઘર વાપસી કરાવવામાં આવશે. ભારતીય કાયદા હેઠળ પણ તેમને હિંદુ ધર્મમાં સામેલ કરાવવામાં આવશે. આ લોકોને SDM સાથે મળાવીને નવા દસ્તાવેજો બનાવવામાં આવશે. આ આખો કાર્યક્રમ ગાઝિયાબાદના ભોપુરા મંદિરમાં થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp