Photos: USAમાં 183 એકરમાં બનાવાયું BAPS સ્વામીનારાયણ મંદિર, 10 હજાર મૂર્તિઓ...

PC: wionews.com

આધુનિક યુગમાં ભારતની બહાર અમેરિકાના ન્યૂજર્સીમાં દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે. આ મંદિરને બનાવવામાં લગભગ 14 વર્ષ લાગ્યા. જે 183 એકડમાં ફેલાયેલું છે. ભારતની બહાર નિર્મિત દુનિયાના બીજા સૌથી મોટા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ ન્યૂજર્સીમાં થશે.

ન્યૂયોર્ક સ્થિત ટાઇમ્સ સ્ક્વેરથી લગભગ 60 મીલ સાઉથમાં અને વોશિંગ્ટન ડીસીથી લગભગ 180 મીલ નોર્થમાં સ્થિત ન્યૂજર્સીના રોબિન્સવિલે ટાઉનશિપમાં BAPSના સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. જેના નિર્માણમાં 12500થી વધારે સ્વયંસેવકોની મદદ મળી છે. મંદિરના ઔપચારિક ઉદ્ઘાટન પહેલા જ અહીં દર્શન માટે રોજ હજારો લોકો આવે છે.

અક્ષરધામના નામથી પ્રસિદ્ધ આ મંદિર 183 એકડના ક્ષેત્રમાં બનાવાયું છે. આ મંદિરને પ્રાચીન હિંદુ ધર્મગ્રંથો અનુસાર બનાવવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ અને પ્રતિમાઓ, ભારતીય સંગીત વાદ્યયંત્રો અને નૃત્ય રૂપોની નક્કાશી સહિત પ્રાચીન ભારતીય સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે.

આ મંદિર કંબોડિયા સ્થિત અંકોરવાટ પછી સંભવતઃ બીજુ સૌથી મોટું મંદિર છે. બારમી સદીમાં નિર્મિત અંકોરવાટ મંદિર દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર છે. જે 500 એકડમાં ફેલાયેલું છે. જે યૂનેસ્કો(સંયુક્ત રાષ્ટ્ર)નું વિશ્વ ધરોહર સ્થળ પણ છે.

નવી દિલ્હીમાં સ્થિત અક્ષરધામ મંદિર 100 એકડમાં બનાવાયું છે. જેને 2005માં નાગરિકો માટે ખોલવામાં આવ્યું હતું. BAPS સ્વામીનારાયણ સંસ્થાના સ્વામીએ કહ્યું કે, અમારા આધ્યાત્મિક નેતા પ્રમુખ સ્વામી મહારાજની વિચારધારા હતી કે પશ્ચિમી ગોળાર્ધમાં એક એવું સ્થાન હોવું જોઇએ જે ન માત્ર હિંદુઓ કે ભારતીયો કે અમુક લોકોના સમૂહોનું ન બની દુનિયા દરેક લોકો માટે હોય. આ સ્થાન આખી દુનિયા માટે હોવું જોઇએ. જ્યાં લોકો આવી શકે અને હિંદુ પરંપરાના અમુક મૂલ્યો શીખી શકે.

તેઓ આગળ કહે છે કે, આ પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા હતી અને આ તેમનો સંકલ્પ હતો. તેમના સંકલ્પ અનુસાર, આ અક્ષરધામ પારંપરિક હિંદુ મંદિર વાસ્તુકલાને અનુરૂપ બનાવાયું છે. આ મંદિરનું ઔપચારિક રીતે ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે અને 18 ઓક્ટોબરથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp