દેશનું એક એવું મંદિર જ્યાં ગ્રહણની કોઇ અસર થતી નથી, 24 કલાક ખુલ્લું રહે છે

PC: shridadadarbar.com

વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે.ગ્રહણના સમયગાળા દરમિયાન, તમામ મંદિરોના ગર્ભગૃહના દરવાજા બંધ રાખવામાં આવશે, જે મોડી રાત્રે ગ્રહણ સમાપ્ત થયા પછી બીજા દિવસે સવારે જ ખોલવામાં આવશે. દરમિયાન મંદિર પરિસરમાં ભક્તોની દર્શન વ્યવસ્થા પણ બાધિત રહેશે.જો કે, દેશભરમાં મંદિરોની આ પરંપરા સિવાય મધ્યપ્રદેશના ખંડવામાં એક એવું મંદિર છે જ્યાં કોઈ પણ પ્રકારના ગ્રહણની અસર જોવા મળતી નથી. ભલે પછી સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ. અહીં પ્રસિદ્ધ દાદાજી ધામ મંદિરમાં રોજની જેમ જ આરતી કરાશે અને પ્રસાધ ધરાવાશે. દર્શન માટે ભક્તોની વ્યવસ્થા પણ સુચારુ રુપે થશે.

મધ્ય પ્રદેશના ખંડવામાં આવેલું શ્રી દાદાજી ધામ મંદિર દાદાજી વોર્ડમાં આવેલું છે, જે દેશભરમાં પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. અહીં મોટા દાદાજી મહારાજ સાથે નાના દાદાજી મહારાજનું સમાધિ સ્થળ છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર દાદાજીના ભક્તો માટે 24 કલાક અને સાત દિવસ ખુલ્લું રહે છે. ખંડવાના આ મંદિરની ખાસ વાત એ છે કે આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જે ગ્રહણના સમયમાં પણ ભક્તો માટે ખુલ્લું રહે છે.

શનિવારે સાંજે 4 વાગ્યેને 5 મિનિટથી સૂતક કાળ શરૂ થઇ ગયો છે. એ દરમિયાન મોડી રાત્રે લગભગ 1 વાગ્યેને 5 મિનિટે ચંદ્રગ્રહણ શરૂ થશે જે રાત્રે 2 વાગ્યેને 23 મિનિટે સમાપ્ત થશે.

શ્રી દાદાજી મંદિરના ટ્રસ્ટી સભાષ નાગોરીના કહેવા મુજબ વર્ષોથી આ મંદિરમાં કોઇ પણ પ્રકારના ગ્રહણ કે દોષનો પ્રભાવ માનવામાં આવતો નથી. દુનિયામાં આ એક માત્ર એવું મંદિર છે, જયા ગ્રહણ દરમિયાન પણ હવન-પૂજાપાઠ થાય છે અને ભક્તો દર્શન કરવા માટે પણ આવે છે. આ મંદિરના પટ ક્યારેય બંધ કરવામાં આવતા નથી. માત્ર સેવાકાળ દરમિયાન જ સમાધિઓ પર પ્રવેશ બંધ હોય છે, પરંતુ એ વચ્ચે પણ દર્શન તો કરી જ શકાય છે. અહીં શનિવારે શરદ પૂર્ણિમા નિમિત્તે દાદાજીને દુધનો ભોગ અર્પિત કરીને અમૃતયૂક્ત પ્રસાધ બધાને વ્હેંચવામાં આવ્યો હતો.

તો બીજી તરફ ખંડવાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી પંડિત લક્ષ્મીદાસ દધીચે કહ્યુ કે મધ્ય પ્રદેશમાં મોટાભાગના મંદિરો ચંદ્રગ્રહણ દરમિયાન બંધ રહેશે અને દર્શન પ્રતિબંધિત હશે, જે હવે રવિવારે સવારે જ ખુલશે. તેમણે કહ્યું કે, ગ્રહણ દરમિયાન ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાં તુલસીના પાન નાંખવા. જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેમણે રવિવારે સવારે સ્નાન કરીને યજ્ઞોપવિત બદલી નાંખવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp