રામ મંદિર નિર્માણથી જોડાયેલા છે આ મુસ્લિમ વેપારી, બોલ્યા- હું સૌભાગ્યશાળી છું

PC: abpnews.com

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. રામ મંદિર બનવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્યથી જોડાયેલ એક મુસ્લિમ વેપારી પોતાને ભાગ્યશાળી માને છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંગમરમર માર્બલ પૂરો પાડનારા મકરાનાના એક પ્રમુખ વેપારી સેઠ મોહમ્મદ રમજાન પોતાને એ વાત માટે સૌભાગ્યશાળી માટે છે કે તેમને મંદિર નિર્માણના કામમાં ભાગ લેવાની તક મળી. રામ મંદિર નિર્માણ માટે મોટાભાગે સંગમરમર રાજસ્થાનમાં મકરાનાના મુસ્લિમ વેપારીઓ પાસેથી ખરીદવામાં આવ્યું છે અને ખાણોમાંથી સંગમરમર કાઢનારી કંપની પણ મકરાનાના એક મુસ્લિમ ઉદ્યોગપતિની છે. એટલું જ નહીં રામ મંદિર માટેની ડિઝાઇન તૈયાર કરવાથી લઇ નક્કાશીમાં જોડાયેલ મોટાભાગના કારીગરો આ સમુદાયના છે.

રામ મંદિર માટે સંગમરમરને પૂરો પાડનારી કંપની સેઠ ભાઉદ્દીન માર્બલ પ્રાઈવેટ લિમિટેડના માલિક સેઠ મોહમ્મદ રમજાને કહ્યું કે, હું રામ મંદિર તીર્થ ટ્રસ્ટ અને નિર્માણથી જોડાયેલ કંપનીનો આભારી છું કે તેમણે અમને પસંદ કર્યા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોટાભાગના માર્બલ મકરાનાથી જ જઇ રહ્યા છે, જેની ગુણવત્તા સર્વશ્રેષ્ઠ છે. મારી કંપની આ માર્બલને પૂરા પાડી રહી છે.

તેમણે જણાવ્યું કે, અમે દોઢ વર્ષથી આ માર્બલને પૂરો પાડી રહ્યા છે અને નવેમ્બરના અંત સુધીમાં મંદિરમાં માર્બલ ફિટિંગનું કામ પૂરુ થઇ જશે. અમે હજારો મંદિરોના નિર્માણમાં ફાળો આપ્યો છે પણ અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણનો હિસ્સો બનવું સૌભાગ્યની વાત છે.

કંપનીના મુખ્ય શિલ્પકાર અબ્દુલ ગની અસ્તાજી કહે છે કે, અમારા ત્યાંથી લગભગ દોઢ-બે વર્ષથી સફેદ સંગમરમર માર્બલ અયોધ્યા જઇ રહ્યા છે. અમદાવાદના સોમપુરાજીને ત્યાંથી નક્શો આવે છે અને તેના આધારે અમે પથ્થર પર નક્કાશી કરીએ છીએ અને પછી તેને અયોધ્યા મોકલીએ છે. અમે વર્ષોથી રામ મંદિરથી જોડાયેલા છે અને તેનો ભાગ બનીને સારું લાગી રહ્યું છે.

માર્બલનું ખનન કરનારી કંપની માતાવર માઇન્સના માલિક હાજી અબ્દુલ કય્યૂમે કહ્યું કે, રામ મંદિર નિર્માણથી જોડાયેલ કામ જ્યારથી અમારે ત્યાં આવ્યું છે, આખા મકરાનાની અંદર ખુશીનો માહોલ છે. હજારો મજૂરોને કામ મળ્યું અને હજારો પરિવારોને આજીવિકા મળી છે. માર્બલની માગ પણ વધી ગઇ છે. દરેક મંદિરો અને અન્ય સ્થાનો પર માર્બલ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી અમે રોજગાર મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp