ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા.01-08-2020, શનિવાર

શ્રાવણ સુદ તેરસ, બકરી ઇદ

વિક્રમ સંવત: 2076

નક્ષત્ર: પૂર્વાષાઢા

યોગ: વૈદ્યૃતિ-વિષ્કુંભ

કરણ: કૌલવ

શાલીવાહન શક સંવત: 1942

મુસ્લીમ તા. 10

પારસી તા.21

દિશાશૂળ: પૂર્વ દિશામાં પ્રવાસ ના કરવો

રાહુકાળ: 9-30થી 11-07 સુધી

ચંદ્દરાશિ: ધન (ભ-ધ-ફ-ઢ)

ભવિષ્ય...

મેષ: આપે બાંધેલી મર્યાદા આપની મુશ્કેલી દૂર કરશે, નાણાંકીય વ્યવહાર સાચવી ને કરવો, સ્વાસ્થ્ય સારું રહે, ગૃહિણીનું ભાગ્ય ચમકે, યુવા વર્ગ અનુકુળતાભર્યો દિવસ.

વૃષભ: નવસર્જનના વિચારો આવે, મહત્ત્વની વ્યક્તિનો પરિચય થાય, તબીયતનું ધ્યાન રાખવું, ગૃહિણી માટે થકવી દેનારો દિવસ, યુવા વર્ગ અભ્યાસમાં ધ્યાન આપવાનો સમય.

મિથુન: નકામી વાતોમાં બહુ ધ્યાન ના આપવું, કાર્યક્ષેત્રમાં જવાબદારી વધતી જાય, કરજ લોન ન કરવી સારી, ગૃહિણી પરિવાર માટેનો દિવસ, યુવા વર્ગ મોજમજાનો દિવસ.

કર્ક: ઇષ્ટદેવની આરાધના લાભ આપે, કુટુંબ તરફે ધ્યાન આપો, ગેરસમજ-મનદુખ ટાળવા, ગૃહિણી ગૃહક્લેશ ટાળવા, યુવા વર્ગ મિત્રોથી સાચવવું.

સિંહ: ધાર્યુ ફળ મળવામાં વાર લાગે, કાર્યક્ષેત્રમાં થોડો બોજ જણાય, પૂજા પાઠમાં સમય પસાર થાય, ગૃહિણી નવા વ્યંજન બનાવશે, યુવા વર્ગ હરવા ફરવાનો દિવસ.

કન્યા: આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું, બપોર પછી સારા સમાચાર મળે, કુટુંબનું સુખ ઉત્તમ રહે, ગૃહિણીને વ્યાવસાયિક તક મળે, યુવા વર્ગ આર્થિક લાભની તક મળે.

તુલા: કોઇ લાભકારક તક આવતી જણાય, કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો, ગૃહિણી મધ્યમ દિવસ, યુવા વર્ગ થનગનાટવાળો દિવસ.

વૃશ્વિક: પ્રિયજનો સાથે યાદગાર સમય પસાર થાય, આર્થિક મૂંઝવણ દૂર થાય, સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, ગૃહિણી માટે મોજ મજાનો દિવસ, યુવા વર્ગ આરામનો દિવસ.

ધન: ધારેલા કામ સફળ થતા જણાય, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને, આવકની ચિંતા જણાય, ગૃહિણી માટે પાર્ટીનો મોજમજાનો દિવસ, યુવા વર્ગ કારકિર્દીનું આયોજન કરે.

મકર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ છે, સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે, ગેરસમજ મનદુખ ટાળવા, ગૃહિણી આર્થિક લાભ મળે, યુવા વર્ગ નોકરીની ચિંતા રહે.

કુંભ: નવી તકોનું નિર્માણ થાય, તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થાય, કાર્યક્ષેત્રમાં અનુકુળતા રહે, ગૃહિણી માટે લાભદાયક સમય, યુવા વર્ગ માટે નવી તકોનું નિર્માણ થાય.

મીન: આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે, ધારેલું પરિણામ મેળવવા વધારે શ્રમ કરવો પડે, મનમાં અસંતોષની લાગણી રહેશે, ગૃહિણી શાંતિથી સમય પસાર કરે, યુવા વર્ગ મિત્રોથી સાચવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp