ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 10-02-2023

દિવસ: શુક્રવાર

મેષ:  વેપાર ધંધામાં અપેક્ષા કર્તા આવક ઓછી દેખાય, પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, કૌટુંબિક પ્રશ્નો વધે.

વૃષભ:  ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે, લોભ લાલચમાં પડવું નહીં, ખર્ચ વધે.

મિથુન:  કોઈપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય, સ્નેહ-સ્વજનથી મુલાકાત.

કર્ક:  નસીબના ભરોસા પર ન રહેવું, પુરુષાર્થથી આગળ વધાય એમ ધારીને ચાલવું, નવીન તકો મળે.

સિંહ:  ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, સ્નેહીસાથે સંવાદ સર્જાય, ખર્ચ વિચારીને કરવો.

કન્યા:  ગૂંચવાયેલા પ્રશ્નો પર વિચાર કરવાથી હલ આવે, ઘરમાં કંકાસ વાદ-વિવાદથી સાચવવું, પ્રવાસના યોગ બને.

તુલા:  આપણા કાર્યોમાં આવતા અંતરાયો દુર થાય, સફળતાના દરવાજા ખુલી જાય, તબિયત સાચાવવી.

વૃશ્વિક:  કાર્યલક્ષી આશાવાદી વલણ બંને, કૌટુંબિક પ્રશ્નો હાલ થાય, વડીલોને મદદ મળી રહે.

ધન:  આપની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય, સ્નેહી-સ્વજનથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.

મકર:  પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે, કૌટુંબિક સહયોગ મળે, તબિયતમાં સુધારો થાય.

કુંભ:  અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે, લાભની તકો સાંપડે, મિલન મુલાકાતનું આયોજન બને.

મીન:  વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય, નાણાભીડ વધે, તબિયત સાચવવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp