ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 11-06-2021

નક્ષત્ર: મૃગશીર્ષ

દિવસ: શુક્રવાર

યોગ: શુળ

કરણ: બાલવ

રાશિ: મિથુન (ક,છ,ઘ) આજે જન્મેલા બાળકનું નામ આ અક્ષર પરથી પાડવું.

રાહુકાળ: 10:36 AM થી 12: 20 PM સુધી.

મેષ: સ્વાસ્થ્યની કાળજી લેવી, શરદી,ખાંસી અને ઠંડા પદાર્થ લેવા નહીં, નાનો પ્રવાસ થાય.

વૃષભ: પાર્ટનર સાથે રકજકમાં ઉતરવું નહીં, માનસિક બેચેની અનુભવાય, મિત્રોનો સાથ સહકાર મળી રહે.

મિથુન: વ્યાજ કે લોનના ચક્કરમાં ન પડવાની સલાહ છે, નબળા વિચારો મનમાં લાવવા નહીં, ભાઇ-ભાડુંથી સુમેળ રહે.

કર્ક: કાયદાકીય મુશ્કેલીઓ દૂર થતી જણાય, મોસાળ પક્ષથી ફાયદો થાય, આરોગ્ય સુધરે.

સિંહ: પૈસાનો વ્યય તથા ખોટા ખર્ચાથી બચવું, પરિવારનું વાતાવરણ સૂમેળભર્યું રહેશે.

કન્યા: મકાનમાં નવા ફેરફારો કે જમીનની ખરીદી થાય, વાહન ચલાવવામાં તકેદારી રાખવી, પોતાની કાર્યક્ષમતા બતાવવા માટે શ્રેષ્ઠ સમય.

તુલા: શેર-સટ્ટામાં ખોટા નિર્ણયો ન લેવા, તબિયતનું ખાસ ધ્યાન રાખવું, ધંધા માટે મધ્યમ સમય રહેશે, હરવા-ફરવાના યોગ બને.

વૃશ્વિક: આપની ધીરજની કસોટી થાય, શક્ય એટલું મૌન રહેવું, આત્મવિશ્વાસ વધુ પડતો મુશ્કેલીમાં મુકે.

ધન: સગપણના યોગ બને, સંતાન તરફથી સારા સમાચાર મળે, શેર-સટ્ટામાં ન પડવા સુચન.

મકર: આર્થિક બાબતે સંકડામણ અનુભવશો, ધંધા માટે ઉત્સાહ વધતો જણાય, જતુ કરવાની ભાવનાથી પરિવારમાં પ્રિય બનો.

કુંભ: આવક કરતાં જાવકનું પ્રમાણ વિશેષ, સ્વમાનની લડાઇ લડતા હોય તેવું લાગે, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મીન: હુન્નર બતાવવાનો શ્રેષ્ઠ સમય છે, પ્રેમ સંબંધમાં સફળતા મળે, વડીલો તેમજ ગુરુકૃપા થાય.

મિત્તલ વ્યાસ

98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp