26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 11-11-2019

વાર: સોમ

વિક્રમ સંવતઃ 2076

મહાવીર જૈન સંવતઃ 2546

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ કારતક

પક્ષઃ સુદ

તિથિ: ચૌદશ

પારસી તા.: 27

મુસ્લિમ તા.: 13

નક્ષત્રઃ અશ્વિની

યોગ: સિદ્ધિ

કરણ: વિષ્ટિ

દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 07.30થી 09.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ મેષ છે, તેથી જન્મેલા બાળકોના નામ અ.લ.ઈ.અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): પિતરાઇઓના ઝઘડાનો અંત આવે. સ્થાવર મિલકતના સોદામાં અણધાર્યા લાભ થાય. વિદેશી વસ્તુઓથી લાભ થાય. લાંબા સમયથી અટવાતા મિલકતના સોદા સરળતાથી પાર પડે.

વૃષભ(બ.વ.ઉ): સ્વસ્થચિત્તે નિર્ણય લેવામાં અવરોધ નડે. પરિણામે હાથમાંથી તક સરકી જાય. આરોગ્ય નરમ-ગરમ રહેશે. પરિવારમાં વિખવાદ થાય. અજાણી વ્યક્તિ પર મુકેલો વિશ્વાસ ઠેસ પહોંચાડે.

મિથુન(ક.છ.ઘ): કાર્યભારની સાથેસાથે પ્રતિષ્ઠા વધે. પારિવારિક સંબંધોમાં ચોમેરથી પ્રોત્સાહક પરિબળો કાર્યશીલ રહે. આવકના સાધનોમાં વધારો થાય. પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો.

કર્ક(ડ.હ.): દાંપત્યજીવનમાં સ્નેહ વધશે. આધ્યાત્મિક કાર્યો સરળતાથી પાર પાડી શકશો. નેતાગીરીના ક્ષેત્રે સફળતા મળે. વિરોધી સ્વભાવના સ્વજનો સાથે પણ મનમેળ વધે.

સિંહ(મ.ટ.): સર્વાંગી પ્રગતિનો દિવસ. મિલકતના વિવાદનો ઉકેલ આવે. મજબૂત મનોબળના કારણે ધાર્યા કાર્યોમાં સફળતા મળે. સંતાનની પ્રગતિથી હર્ષ થાય. કાર્યક્ષેત્રે ભાઇ-બહેનોનો સહકાર મળી રહેશે.

કન્યા(પ.ઠ.ણ.): કાર્યભારની સરખામણીમાં સફળતાનું પ્રમાણ નહીંવત જોવા મળે. જીવનસાથીની આકાંક્ષાઓ પાર પાડવા માટે જહેમત ઉઠાવવી પડે. સ્થાયી પ્રોપર્ટી અંગેની ખરીદી બાબતે અવરોધ આવે.

તુલા(ર.ત.): ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે વિશેષ રુચિ વધે. દાંપત્યજીવનમાં શુભ ઘટનાના એંધાણ મળે. આરોગ્ય અને આર્થિક પ્રગતિ સાધાવરણ જળવાઇ રહેશે. આનંદમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક(ન.ય.): લાંબા ગાળાની અનિર્ણીત સમસ્યાનો ઉકેલ આવે. આંતરડાની બીમારીમાં રાહત જણાય. સમસ્યાઓનો અંત આવે. સ્થાયી પ્રોપર્ટી ખરીદ-વેચાણ બાબતે સફળતા મળે.

ધન(ભ.ધ.ફ.ઢ.): તન-મન-ધનની પ્રાપ્તિ થાય. ભાગીદારીનો વ્યવસાય કરવાની મંત્રણા સફળ થાય. નિયમિત આવકમાં વૃદ્ધિ થાય. આર્થિક દૃષ્ટિએ લાભદાયી દિવસ કહી શકાય.

મકર(જ.ખ.): વાત-વાતમાં મન ખિન્ન થઇ જાય. નજીવી બાબતમાં ઓછું આવે. સહી-સિક્કાની બાબતમાં વિશેષ કાળજી રાખવી. પડવા-વાગવાથી ઇજા ન થાય તે બાબતે કાળજી રાખવી.

કુંભ(ગ.શ.સ.): ધારેલા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. મનોબળ મજબૂત બનતા હરિફો નમતા આવે. પરિવારમાં સ્નેહપૂર્ણ વર્ચસ્વ જળવાઇ રહેશે. લાંબી યાત્રા-મુસાફરીના કારણે મન પ્રસન્ન રહે.

મીન(દ.ચ.ઝ.થ.): મહત્ત્વના પ્રશ્ન પરત્વે અંત:સ્ફૂરણાથી યોગ્ય ઉકેલ મેળવી શકશો. મનોકામના પૂર્ણ થાય. ફસાયેલી ઉઘરાણી મેળવી શકશો. મોટા સાહસો પાર પાડવામાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાય.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp