26th January selfie contest
BazarBit

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાંગ

તા 12-10-2019

વાર: શનિ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ આસો

પક્ષઃ સુદ

તિથિ: ચૌદશ

પારસી તા.: 27

મુસ્લિમ તા.: 13

નક્ષત્રઃ ઉત્તરાભાદ્રપદ

યોગ: ધ્રુવ

કરણ: ગર

દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 09.00થી 10.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ મીન છે, તેથી જન્મેલા બાળકોના નામ દ.ચ.ઝ.થ..અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): મહેનત કરવા છતાં ધારેલી સફળતા નહીં મળે. ઉતાવળીયા નિર્ણયોના કારણે હાનિ સહન કરવી પડે. કાર્યક્ષેત્રના વિકાસ માટે વધુ પુરુષાર્થ કરવો પડે. ભાઇ-બહેન સાથે સંબંધોમાં કડવાશ.

વૃષભ(બ.વ.ઉ): જન્મસ્થાનથી દૂર, દૂરના સંબંધોથી લાભ થાય. ધાર્મિક, આધ્યાત્મિક કાર્યો પ્રત્યે રુચિ વધે. સંતાનની પ્રગતિથી હર્ષ થાય. ટૂંકી મુસાફરી કાર્યક્ષેત્રના વિકાસ માટે લાભદાયી રહે.

મિથુન(ક.છ.ઘ): આકસ્મિક લાભ પ્રાપ્ત થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. માનસિક વિચારસરણીમાં પરિવર્તન આવશે. આર્થિક ક્ષેત્રે લાભદાયી આયોજનો કરી શકશો. સુંદરતામાં વધારો થાય.

કર્ક(ડ.હ.) પરિવારના સભ્યો સાથે યાત્રા-પ્રવાસની મજા માણી શકશો. દાંપત્યજીવનમાં સુમેળભર્યુ વાતાવરણ જળવાઇ રહેશે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીનો સહયોગ મળે.

સિંહ(મ.ટ.): ખર્ચ પર અંકૂશ મૂકવો. કાયદાકીય બાબતમાં, સહી-સિક્કાની બાબતમાં વિશેષ કાળજી રાખવી. લાગણીશીલ સ્વભાવના કારણે કોઇ બનાવી-ન જાય તેની કાળજી રાખવી.

કન્યા(પ.ઠ.ણ.): સંતાનની પ્રગતિથી હર્ષ થાય. આત્મવિશ્વાસ વધતાં કામ કરવામાં મન એકાગ્ર બનશે. કાર્યક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ સંજાગો સર્જાય. ફસાયેલી ઉઘરાણી મેળવી શકશો.

તુલા(ર.ત.): વડીલો સાથેના સંબંધોમાં મધુરતા આવે. નવી વસ્તુઓની ખરીદીના કારણે મન પ્રસન્ન રહેશે. યોગ્ય નિર્ણય લાભની ટકાવારી વધારી શકશો. મોસાળ પક્ષના સભ્યોથી લાભ થાય.

વૃશ્ચિક(ન.ય.): મનોબળ મજબૂત બને. વિદેશ વ્યાપારની તક મળે. અગત્યના કાર્યો પરિપૂર્ણ કરી શકશો. નેતાગીરીના ક્ષેત્રે સફળતા મેળવી શકશો. સંશોધનાત્મક અભિગમ વધે.

ધન(ભ.ધ.ફ.ઢ.): આવક કરતા જાવક વધે. સંતાન સાથે અલ્પ વૈચારિક મતભેદ રહે. દાંપત્યજીવનમાં કલુષિત વાતાવરણ જોવા મળે. કાયદાકીય બાબતમાં સાચવીને કામ કરવું.

મકર(જ.ખ.): પૂર્વ દિશામાંથી શુભ સમાચાર મળે. આર્થિક પ્રગતિ વેગવાન બને. ધંધાકીય કાર્યો અર્થે ટૂંકી મુસાફરી લાભદાયી બને. લોકોપયોગી કાર્યો હાથ ધરી શકશો. મિત્રોની સંખ્યા વધે.

કુંભ(ગ.શ.સ.): હરિફો, પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો. સરકારી કામકાજમાં ચોક્કસ રહેવુ.વૈભવ સમૃદ્ધિપ્રિય બનશો. નવા રોકાણો લાભદાયી બને. સર્જનાત્મક ક્ષેત્રે સફળતા મેળવી શકશો.

મીન(દ.ચ.ઝ.થ.): પારિવારિક જીવન મધુર બને. અગત્યની મુલાકાત સફળ થાય. સંપત્તિ-સમૃદ્ધિમાં વધારો થાય. સાહિત્ય અને વાંચન પ્રત્યે રુચિ વધે. સફળતાની ઉજળી તકો ઝડપી શકશો.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp