26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 13-09-2019

વાર: શુક્ર

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ ભાદરવા

પક્ષઃ સુદ

તિથિ: ચૌદશ

પારસી તા.: 28

મુસ્લિમ તા.: 13

નક્ષત્રઃ શતભિષા

યોગ: ધૃતિ

કરણ: વિષ્ટિ

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 10.30થી 12.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ છે, તેથી જન્મેલા બાળકોના નામ ગ.શ.સ. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય

મેષ(અ.લ.ઈ): બુદ્ધિમતાથી વિશેષ સાહસી બનશો.ભાગીદારી કે લગ્નજીવનમાં સહકાર મળશે. ભૌતિક ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. પારિવારિક સભ્યોને અનેક પ્રકારે સહયોગી થઇ માન-સન્માન મેળવશો.

વૃષભ(બ.વ.ઉ): કાર્યક્ષેત્રે, નોકરી ધંધામાં જાહેર જીવનમાં સફળતા અને સિદ્ધિ મળશે. કુટુંબમાં મધુર વાતાવરણ રહેશે. સગા-સંબંધીઓ અને મિત્રો સાથે આનંદદાયક મિલન અને મુલાકાત થશે.

મિથુન(ક.છ.ઘ): શત્રુઓ અને હરિફો પર પ્રભાવ પાડી શકશો. ક્રમશઃ ધીમી ગતિએ મનઃસંકલ્પિત કાર્યો સિદ્ધ કરી શકશો. આર્થિક સમૃદ્ધિમાં વધારો થવાથી આનંદીત થઇ ઉઠશો. માનસિક દ્વિધામાં ઘટાડો થાય.

કર્ક(ડ.હ.): ધાર્યા કાર્યો પાર પાડવામાં અવરોધ સર્જાય. આકસ્મિક રીતે ખર્ચનું પ્રમાણ વધુ રહેવાથી નાણાકીય બચતના આયોજનો કરવા, જેથી કરીને કટોકટીના સમયમાં કામ લાગે.

સિંહ(મ.ટ.):  માનસિક બોજા ઘટાડવા અણધારી મદદ મળી રહેશે. ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભની ટકાવારી વધારી શકશો. દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવની સ્થિતિમાંથી માર્ગ મળે.

કન્યા(પ.ઠ.ણ.): સ્વાસ્થ્ય સુંદર અને સ્ફૂર્તિવાળુ રહેશે. કુટુંબીજનો સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થશે. લગ્ન જીવન ક્ષેત્રે ચોક્કસ નિર્ણય લઇ શકશો. વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો.

તુલા(ર.ત.): આકસ્મિક રીતે લાભની ટકાવારી વધતા કામ કરવામાં ઉત્સાહ વધી જશે. સંશોધનાત્મક અભિગમના કારણે શ્રેષ્ઠ પ્રગતિ થાય. નવા રોકાણો લાભદાયી બને. સંતાનની પ્રગતિમાં સહાયભૂત થઇ શકશો.

વૃશ્ચિક(ન.ય.): પરિવારના સભ્યો સાથે વ્યર્થના મતભેદમાં ઉતરવું નહીં. આકસ્મિક અણધાર્યા ખર્ચથી સંભાળવાની જરૂર છે. પડવા-વાગવાથી ઇજા ન થાય તે બાબતે ખાસ કાળજી રાખવી.

ધન(ભ.ધ.ફ.ઢ.): સંતાન માટે આયોજનબદ્ધ કાર્યો કરી શકશો. આવડત, પ્રતિભામાં અનેકગણો વધારો થાય. ફસાયેલી ઉઘરાણી મેળવી શકશો. નેતાગીરીના ક્ષેત્રે ધારેલી સફળતા મેળવી શકશો.

મકર(જ.ખ.): જન્મસ્થાનથી દૂર-દૂરના સંબંધોથી લાભ માટે અનુકૂળ તક મળે. જાહેર જીવનમાં માન-સન્માન મેળવી શકશો. કાયદાકીય ગૂંચ ઉકેલી શકશો. સલાહ-સૂચનો લાભદાયી બને.

કુંભ(ગ.શ.સ.): સંશોધનાત્મક અભિગમ વધે. ધારેલા સમયમાં ધારેલી સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. દાંપત્યજીવનમાં ફુલગુલાબી વાતાવરણ જોવા મળે. કાયદાકીય બાબતમાં નિષ્ણાત બનશો.

મીન(દ.ચ.ઝ.થ.): દાંપત્યજીવનમાં ચકમક ઝરે. પરિવારમાં વ્યર્થના વિવાદ ટાળવા. જાહેર સામાજિક ક્ષેત્રે અપમાનિત થવું પડે. કોઇના વિશ્વાસે ચાલવુ નહીં. મનની મૂંઝવણ દૂર થવામાં અવરોધ આવે.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp