ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

ભાદરવા વદ ચૌદશ

બુધવાર

16 સપ્ટેમ્બર, 2020

પારસી રોજ 2

મુસ્લિમ રોજ 27

નક્ષત્ર: મઘા

યોગ: સિદ્ધિ

કરણ: વિષ્ટિ

આજરોજ જન્મેલા બાળકનું નામ સિંહ રાશી અને અક્ષર (મ, ટ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 12:33 થી 14:04

આજે પંચક નથી

આજે ચૌદશનું અને શાસ્ત્રોથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ કરવું.

મેષ: આજનો દિવસ આપના માટે સામાન્ય છે, કામકાજમાં શિથિલતા ચાલે, સાથે સાથે લોકો આપનો ખોટો ફાયદો ઉઠાવે તેવો પણ ડગલે અને પગલે અનુભવ થાય.

વૃષભ: આજનો દિવસ આપના માટે કામકાજમાં ધ્યાન રાખીને ચાલવાવાળો બની રહે, કોઈપણ પ્રકારના ગણિત વગરના નિર્ણયો લેવા નહીં, કારીગર વર્ગથી સાવધાન રહેવું.

મિથુન: આજનો દિવસ ખોટા સાહસ વગર શાંતિથી પસાર કરવાનો છે, ખર્ચના પ્રમાણમાં ખુબ કાબુ રાખવો, મળવાપાત્ર લાભ આપનાથી દૂર થતો જાય.

કર્ક: આજનો દિવસ આપના બોલવા ચાલવા પર સંભાળીને ચાલવા જેવો દિવસ છે, કોઈને ખોટું લાગી જાય કે કોઈ નારાજ થઈ જાય તેવું વર્તન કરવું નહીં.

સિંહ: આપના મગજને આપના સ્વભાવને સંપૂર્ણ રીતે આપના કાબુમાં રાખવું, વગર વાંકે કોઈ આપના પર ખોટું કલંક લગાવી જાય તે સંભવ છે.

કન્યા: આજરોજ ખર્ચ પર કાબુ રાખવો, વાહન ચલાવવામાં કે કોઈપણ જાતના યંત્રના ઉપયોગ કરવામાં ખુબ કાળજી રાખવી.

તુલા: ઓળખીતો વર્ગ કે મિત્રવર્ગ હેરાનગતિ આપે, નજીવા કારણસર બોલવા ચાલવાનું થઈ જાય, શાંતિથી સમય પસાર કરવો.

વૃશ્વિક: કામકાજ મધ્યે કોઈપણ આકરા નિર્ણયો લેવા નહીં, આપના પર પ્રમાણિકતાની બાબતોમાં કોઈ આળ આવે તેવું નહીં થાય તેની કાળજી રાખવી.

ધન: નિર્ણયો લેવાની બાબતમાં આવેશમાં આવીને કામ કરવું નહીં, કામકાજમાં આપની મહેનત ઉપર મદાર રાખવો.

મકર: ઘણા સમયથી મળવાપાત્ર લાભ આજના સંજોગોમાં વધુ દૂર જતો દેખાય, શેર-સટ્ટાની બાબતમાં કાળજી રાખવી.

કુંભ: આ સમયે સાંસારિક દ્રષ્ટિથી શાંતિથી પસાર કરવા જેવો છે, વધુ ઉગ્રતા કે વધુ નરમાશ બન્ને આપના માટે નુકશાનજનક પુરવાર થાય.

મીન: આજનો સમય મિશ્ર પ્રતિભાવવાળો છે, બધી રીતે જોઈએ તો કે કોઈપણ અગત્યના નિર્ણયો નહીં લેવાય તો આજના દિવસમાં કોઈ જ નુકશાનજનક સ્થિતિ બનતી નથી.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp