26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 17-05-2019

વાર: શુક્ર

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ વૈશાખ

પક્ષઃ સુદ

તિથિ: ચૌદશ

પારસી તા.: 04

મુસ્લિમ તા.: 11

નક્ષત્રઃ સ્વાતિ

યોગ: વ્યતિપાત

કરણ: ગર

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 10.30થી 12.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): ભૂતકાળની ભૂલોને કારણે મન વધુ વ્યગ્ર રહેશે. કાર્યક્ષેત્રનું વિસ્તૃતીકરણ કરી શકશો. નિકટ સંબંધીના કારણે મન પ્રસન્ન રહેશે. મોટા સાહસો પાર પાડવામાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.

વૃષભ(બ.વ.ઉ): ઘરનું આધુનીકરણ કરી શકશો. સંતાનની પ્રગતિ જાઈ મન પ્રસન્ન રહેશે. સ્થાયી પ્રોપર્ટીમાં વધારો થાય. જૂની ઉઘરાણી મેળવવામાં સફળતા મળે. સંતાનોના શુભ કાર્યો થાય.

મિથુન(ક.છ.ઘ): લોકસેવાના કાર્યો હાથ ધરી શકશો. માનસિક શાંતિ મેળવવામાં સફળતા મળે. ધંધાકીય આયોજનનો સર્વત્ર વિકાસ કરી શકશો. લાભદાયી દિવસ બની રહેશે.

કર્ક(ડ.હ.): નજીવી બાબતોમાં વધુ ભોગ આપવો પડે. મહેનતનું ફળ મળશે પણ વિલંબથી મળશે. પડવા વાગવાથી અકસ્માતથી ઈજા ન થાય તે બાબતે કાળજી રાખવી.

સિંહ(મ.ટ.): ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય. જૂની ઉઘરાણી મેળવવામાં સફળતા મળે. દક્ષિણ દિશામાંથી લાભકારક સમાચાર મળે. લાંબી મુસાફરીના કારણે મન પ્રસન્ન રહેશે.

કન્યા(પ.ઠ.ણ.): કાર્ય કરવામાં ઉત્સાહ જળવાઈ રહેશે. લોકોપયોગી કાર્યો કરવાથી માનસિક શાંતિ મેળવી શકશો. ભાગ્યોદયમાં વૃદ્ધિ થાય. સ્વભાવે વધુ પરોપકારી અને લાગણીશીલ બનશો.

તુલા(ર.ત.) સમય અને સંજાગ સુધરતા જણાશે. ચતુરાઈપૂર્વક કાર્યોને ઉકેલી શકશો. પારિવારિક સુખ સમૃદ્ધિમાં વધારો થાય. સ્થાવર મિલકતની ખરીદી થાય. દાંપત્યજીવનમાં લાગણીનુ વર્ચસ્વ જળવાઇ રહેશે.

વૃશ્ચિક(ન.ય.):સહી-સિક્કાની બાબતમાં, કાયદાકીય બાબતમાં સાવધ રહેવું. ફેફસાં અને આંતરડાની બીમારીમાં પીડા ઉગ્ર બને. પિતરાઇઓ સાથેના વિવાદમાં મનભેદ થાય.

ધન(ભ.ધ.ફ.ઢ.): જાહેર જીવનમાં માન-સન્માન મળે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનો ઠપકો મળે આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. ભાઇ-બહેનોનો વિશેષ સહકાર મળી રહેશે.

મકર(જ.ખ.): પારિવારિક જીવન મધુર બનશે. ઘરમાં શુભ માંગલિક પ્રસંગો ઉજવાય. મનોબળ મકક્મ બનશે અને ધાર્યા કાર્યો પાર પાડવામાં સરળતા મળે. નવો માર્ગ અપનાવી શકશો.

કુંભ(ગ.શ.સ.): બપોર પછી ઉત્સાહમાં વધારો થાય. ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશો. હરીફો, પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્થાયી પ્રોપર્ટી ખરીદી બાબતે સફળતા મળે.

મીન(દ.ચ.ઝ.થ.): કાર્યક્ષેત્રે બનાવટ, હાનિ ન થાય તે બાબતે કાળજી રાખવી. કોઈને ઉછીના નાણાં આપવા નહીં. યાત્રા-પ્રવાસમાં અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો નહીં.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp