ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 22-07-2021

નક્ષત્ર: મૂળ

રાશિ: ધન (ભ,ફ,ધ,ઢ)

મેષ: આજનો દિવસ તમારા માટે શારીરિક નબળાઇના કારણે ઉદાસીભર્યો લાગે, બહુ મહેનત વાળા કાર્ય કરવા નહીં, નોકરીયાત વર્ગ માટે પણ આજે મધ્યમ દિવસ રહેશે, પરિવારમાં સૂમેળ હોવા છતા મન બેચેન રહેશે.

વૃષભ: આજનો દિવસ તમને અનુકુળ રહેશે, આજે થોડા ખર્ચ પણ વધશે, ભાગદોડ કાર્ય ક્ષેત્ર પર રહેશે, સ્વાસ્થયની કાળજી લેવી.

મિથુન: આજે તમને ધન વૃદ્વિ તેમજ અન્ય સુખ સંપન્નતામાં વધારો થશે, મહિલા વર્ગ માટે શારીરિક નબળાઇ જેવું લાગ્યા કરે.

કર્ક: આજે તમારા બૌદ્વિક કાર્યથી તમે ગર્વ અનુભવશો,  પરિવારમાં પ્રતિસ્પર્ધાત્મક વાતાવરણ રહેશે, નાની-નાની વાતો પર વાદ-વિવાદ થાય.

સિંહ: આજનો દિવસ તમે દેખા-દેખી અથવા ઇર્ષા ભાવથી પસાર કરો,દે પણ કાર્ય હાથમાં લેશો તેને પૂર્ણ કરવામાં વિલંબ થશે, સ્વાસ્થ્યમાં નાની મોટી સમસ્યા રહે.

કન્યા: આજે મિત્રો-પરિજનોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત કરી શકશો, કાર્યક્ષેત્ર પર પણ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકશો, ખાવા-પીવામાં સંયમ રાખવો.

તુલા: તમારા માટે આજનો દિવસ આશાથી ભરેલો લાભદાયક હશે, કાર્યક્ષેત્ર અથવા પરિવારમાં આજે તમારે વ્યવહારિક અસંતોષ ઉભો થાય, વડીલોના આશિષ અવશ્ય લેવા.

વૃશ્વિક: આજે તમારો સ્વભાવ શુભ કાર્યોને છોડીને બીજા કામોમાં વધારે ધ્યાન રહેશે, કામ-ધંધો આજે થોડો મંદો રહેશે, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

ધન: સ્વભાવમાં આજે થોડો નરમ રાખવો જરૂરી છે,  મૌનથી કાર્ય પતાવશો તો ઘરનું વાતાવરણ બગડશે નહીં, આર્થિક લાભ માટે આજે મહેનત કરવી પડશે, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મકર: સામાજિક કાર્યોમાં આજે તમારું યોગદાન રહેશે, આજે તમે દરેક કાર્યોમાં ઉતાવળીયું પગલુ લેશો, લોટરીના ચક્કરમાં પડવું નહીં.

કુંભ: આજે તમારું લક્ષ્ય ફકત તમારા વ્યવસાયમાં વૃદ્વિ અને લાભ ઉઠાવવા પર રહેશે, નવા લોકોથી ઓળખાણ થશે, નાની યાત્રા પણ થાય, યાત્રા તમને ફળદાયી રહેશે.

મીન: દિવસ ઉગતા આજે તમે કોઇ કાર્યને લઇને ઉત્સાહ પૂર્ણ રહેશો, યાત્રા કે પ્રવાસ ટાળવા સુચન છે, રોકાણ કે લાભની લાલચમાં પડવું નહીં.

મિત્તલ વ્યાસ

98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp