ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

ફાગણ વદ બારસ

ગુરુવાર

08 એપ્રિલ 2021

પારસી રોજ 26

મુસ્લિમ રોજ 25

નક્ષત્ર: સતતારા

યોગ: શુભ

કરણ: કૌલવ

આજરોજ જન્મેલા બાળકનું નામ કુંભ રાશિ અને અક્ષર (ગ, સ, શ, ષ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 14:14થી 15:48

આજે પંચાગ ચાલુ છે.

મેષ: આજનો દિવસ જુના કરેલા લાભ મેળવવાનો છે, અટકેલા કાર્યો કે તેના લાભો મળી રહેશે.

વૃષભ: વ્યાપાર-ધંધામાં ખૂબ સારા યોગ બને છે, જેથી કારીગરોના પ્રશ્નો કે ફસાયેલા માલનો પ્રશ્ન હળવો થાય.

મિથુન: આજનો દિવસ આપના માટે આગળના સમયના આયોજન કરવા માટેનો છે, ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકાય, માનસિક રીતે સ્વસ્થ રહી શકશો.

કર્ક: આજનો દિવસ આપને નાણાકીય તંગી હળવો થાય તેઓ છે, આકસ્મિક ધનલાભ થવાના યોગ બને, શેર-સટ્ટામાં ફાયદાના યોગ બને.

સિંહ: દામ્પત્ય જીવન સંબંધી અને ભાગીદારીના ચાલી આવતા પ્રશ્નો સુખદ રીતે નિરાકરણ થાય.

કન્યા: આજના દિવસોમાં બધી રીતે સફળ સમય બની રહે, શારીરિક અને માનસિક પરિસ્થિતિ સારી બને.

તુલા: આજનો સમય આપને ઓળખીતા અને મિત્ર વર્ગ તરફથી ફાયદો થાય તેવા યોગ વાળો છે, વિદ્યાર્થી બંધુઓને ફાયદાના યોગ બને.

વૃશ્વિક: આજના દિવસમાં આપને નોકરી-વેપારમાં સારો સમય છે, નોકરિયાત વર્ગને પોતાના કાર્યક્ષેત્રમાં બઢતી મળે.

ધન: આજના સમયમાં ભાઈ-બહેન સાથે સારો સંબંધ બને, જુના નિર્ણયોને અમલ કરવા માટે સારો સમય.

મકર: આજના દિવસમાં આર્થિક પરિસ્થિતિ સુદ્રઢ બને, ફસાયેલા નાણાં કે રોકાણ છુટા થઇ શકે.

કુંભ: આજનો દિવસ આપના માટે ઓળખીતા વ્યક્તિઓ પાસેથી લાભ મેળવવાનો છે, સંતાન સંબંધી ચાલી આવતા પ્રશ્નોનું ખૂબ સારી રીતે નિરાકરણ થઈ જાય.

મીન: આજનો દિવસ આપને યોગ્ય રીતે યોગ્ય ફળ આપે, ફરવામાં નાણાંનો ખર્ચ થઈ શકે, મોજશોખમાં દિવસ પસાર થાય.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp