ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસૌ

PC: khabarchhe.com

ફાગણ વદ તેરસ

શુક્રવાર

09 એપ્રિલ 2021

પારસી રોજ 27

મુસ્લિમ રોજ 26

નક્ષત્ર: પૂર્વાભાદ્રપદ

યોગ: શુક્લ

કરણ: ગર

આજે રાત્રે 12: 18 કલાક સુધી જન્મેલા બાળકનું નામ કુંભ રાશિ અને અક્ષર (ગ, સ, શ, ષ) પરથી અને ત્યારબાદના સમયમાં જન્મેલા બાળકનું નામ મીન રાશિ અને અક્ષર (દ, ચ, ઝ, થ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 11:10 થી 12:40

આજે પંચક ચાલુ છે.

આજે પ્રદોષનું વ્રત કરવાનું રહેશે.

મેષ: આજનો દિવસ આપના માટે કરેલા કર્મના લાભ મેળવવાનો છે, જુના ઓળખીતા મિત્રો અને પરિચિતો પાસેથી સારો લાભ મળી રહે.

વૃષભ: આજનો દિવસ આપના માટે જમીન-મકાનના કાર્યોમાં સારા ફાયદા વાળો છે, તેમજ શેર-સટ્ટાની બાબતમાં પણ લાભ મળી રહે.

મિથુન: આજનો દિવસ આપને ઓછી મહેનતે વધુ લાભ મળે તેવો છે, માનસિક સ્વાસ્થ્ય મજબૂત બની રહે, વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય બની રહે.

કર્ક: આજનો દિવસ આપના માટે ખર્ચ વાળો બને, આવકનો પાસુ વ્યવસ્થિત જળવાઈ રહેતાં સારો ફાયદો મળી રહેશે.

સિંહ: આજનો દિવસ આપના માટે લાભ વાળો છે, ભાઈ-બહેન સાથેના સંબંધો સારા બને.

કન્યા: આજનો દિવસ આપને ખર્ચ વાળો બને, કામકાજમાં વધુ ફાયદા વાળો બને, ખર્ચ વધી જાય તેમ છતાં આવકનું સરવૈયું જળવાઈ રહેશે.

તુલા: આજના સમયમાં આપને વ્યાપાર માટે બહારગામ જવાના યોગ બને છે, ધાર્મિક સ્થળોની મુલાકાત થાય, ઓળખીતો વર્ગ ફાયદા મંદ બની રહે.

વૃશ્વિક: આજનો દિવસ આપના માટે કામકાજમાં ખૂબ યોગ્ય છે, ધારેલી રીતે આર્થિક અને સામાજિક ફાયદો મળી રહે.

ધન: આજના દિવસમાં આપને દામ્પત્ય જીવન સારું બની રહે તેવા યોગ છે, ઓછી મહેનતે નોકરી વ્યાપારમાં વધુ ફાયદો મળે.

મકર: આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએથી ફાયદા વાળો છે, આકસ્મિક રીતે ધનલાભના યોગ બને છે, માથાના દુખાવા કે શરદી જેવી બાબત થોડી હેરાન કરે.

કુંભ: આજનો દિવસ આપને વિદ્યાર્થીઓ માટે સારો બને છે, ઓછી મહેનતે વધુ ફાયદાના યોગ વ્યાપારી લોકોને જોવા મળશે.

મીન: આજના દિવસમાં અણધાર્યા લાભની આશા છે, રોકાણ કરતી વખતે ખાસ કાળજી અને તકેદારી રાખીને આગળ વધવું.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp