સમ્મેદ શિખરજી વિવાદ વચ્ચે જાણો ટૂરિસ્ટ પ્લેસ અને તીર્થસ્થળ વચ્ચેનો ફરક
કોઇ જગ્યા ટૂરિસ્ટ પ્લેસ કેવી રીતે બને છે, કે પછી કઇ રીતે તીર્થસ્થળનો દરજ્જો મળે છે, આ જાણવા પહેલા એક ફરી વાર હાલના વિવાદને સમજો. મુદ્દો ઝારખંડ પાસેના પારસનાથ પર સ્થિત સમ્મેદ શિખરજી સંબંધિત છે, જે આ સમુદાયના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. થોડા સમય પહેલા ઝારખંડ સરકારે આ જગ્યાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની વાત કરી હતી. તેના પર સમુદાયના લોકો નારાજ થઇ ગયા કે ટૂરિસ્ટ સ્પોટ પર થનારી બધી એક્ટિવિટીઝ હવે તેમના ધાર્મિક સ્થળ પર પણ થવા લાગશે. જેમ કે, માંસ અને દારૂનું સેવન.
આ વાતને લઇને દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યાં સુધી કે, અનશન દરમિયાન એક જૈન મુનિનું નિધન પણ થઇ ગયું. તેથી આ મુદ્દો વધારે આગળ વધ્યો. હવે જૈન સમુદાય દરેક હાલતમાં પારસનાથને તિર્થ જ રાખી મુકવા પર અડી ગયું છે.
તીર્થસ્થળ અને પર્યટન સ્થળમાં બેસિક ફરક છે ભાવના અને વ્યવહારનો. ટૂરિસ્ટની જેમ જતા આપણે બેગ પેક કરીએ છી, તો ત્યારથી જ ફેરફાર દેખાવા લાગે છે. પોતાના પસંદગીના કપડાથી લઇને પસંદગીના ખોરાક સુધી આપણી પ્રાથમિકતા હોય છે. ટૂરિસ્ટ સ્પોટ પર ખાણીપીણી અને વ્યવહારમાં ખુલ્લાપણુ રહે છે. પ્રવાસી વધારેમાં વધારે એન્જોય કરવા માટે જાય છે. મનોરંજન માટે પણ ઘણી સુવિધાઓ હોય છે.
તીર્થસ્થળ પર દરેક વસ્તુ બલદાઇ જાય છે. ત્યાં ધર્મ પણ હોય છે અને કટ્ટરતા પણ હોય છે. ખાસ પ્રકારના કે પછી વધારેમાં વધારે સાદગી ભરેલા કપડા અને ખાણીપીણી પર ભાર મૂકવામાં આવે છે. તીર્થસ્થળની આસપાસથી લઇને ઘણા દૂર સુધી આ વાતની રોકટોક હોય છે. જેથી ધર્મ વિશેષને હેરાનગતિ ન થાય. આ નિયમ હિંદુ કે દૈન ધર્મમાં જ નહીં, પણ આખી દુનિયામાં જ્યાં, જેટલા પણ તીર્થસ્થળ છે, ત્યાં લાગુ પડે છે. ત્યાં સુધી કે વેટિકન સિટીના વાત કરીએ તો ત્યાં પણ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
તીર્થ કહેવડાવવા માટે કોઇ જગ્યામાં અમુક ખાસ વાતો હોવી જોઇએ, જેમ કે, કોઇ ધર્મ સાથે તેનો સંબંધ, કોઇ આધ્યાત્મિક યાત્રા કે પછી આસ્થા. આમ તો પશ્ચિમી દેશોમાં તેને ધર્મની જગ્યા પર વધારે આધ્યાત્મ સાથે જોડવામાં આવે છે. આજકાલ એક વધુ ચલણ આવ્યું છે, જેમાં કોઇ ખાસ પ્રોફેશનનો પાયો નાખી ચૂકેલા લોકોના જન્મ કે કર્મસ્થળને તીર્થની જેમ વિકસિત કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત સહિત વધારે પડતા દેશોમાં હજુ પણ ધાર્મિક સ્થળ જ તીર્થસ્થળની જેમ ઓળખાય છે.
તીર્થ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે કે, નદી કે પછી ઘાટ પર આવેલું પવિત્ર સ્થળ. આપણે ત્યાં વધારે તીર્થ નદીઓના કિનારે જ છે. શ્રદ્ધાળુ સ્નાન કર્યા બાદ શરીર અને મનની શુદ્ધી સાથે ઇશ્વરના દર્શન કરે છે.
ટૂરિસ્ટ સ્પોટ અને તીર્થસ્થળ માટે કોઇ ખાસ ટેગ તો નથી, પણ સરકાર તેનો નિર્ણય એ ખાસ જગ્યા સાથે જોડાયેલી આસ્થાના આધાર પર લે છે. જો કોઇ ધર્મની આસ્થા કોઇ ખાસ જગ્યા માટે હોય, કે પછી એ જગ્યાનું અમુક ધાર્મિક મહત્વ હોય તો તેને સામાન્ય રીતે તીર્થસ્થળની જેમ જ ડેવલપ કરવામાં આવે છે. તેની આસપાસ ટ્રાન્સપોર્ટ, ભોજન, ઇલાજની વ્યવસ્થા પણ હોય છે, પણ મનોરંજન માટે ઓછી વસ્તુઓ મળે છે.
ટૂરિસ્ટ સ્પોટ પર એશોઆરામની તમામ ચીજો હોય છે. તેને એ રીતે બનાવવામાં આવે છે કે દેશ જ નહીં, પણ વિશ્વના લોકો આવીને તેનો આનંદ લઇ શકે છે. તેનાથી રાજસ્વ પણ વધે છે. એ જ કારણથી વધારે દેશોમાં ટૂરિસ્ટ સ્પોટ જ વધારે છે. ભારતમાં સેક્શન 3 હેઠળ પર્યટન વિભાગ કોઇ ખાસ જગ્યાને ટૂરિસ્ટ સ્પોટ ડિક્લેર કરે છે. તેના કરતા પહેલા આ જગ્યાની મુલાકાત લઇને નક્કી કરવામાં આવે છે કે, તેમાં પ્રવાસીઓને આકર્ષવાની તમામ વસ્તુઓ છે. તીર્થસ્થળોને તીર્થ ઘોખિત કરવાનું કામ સરકારની જગ્યા પર સામાન્ય રીતે ધર્મ વિશેષ કરે છે. સરકારની આ મુદ્દે દખલ ઓછી જ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp