શરદ પૂનમ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત-યોગ અને સાવચેતીઓ
હિંદુ ધર્મમાં દર મહિને આવનારી પૂનમનું ખાસ મહત્વ હોય છે. આ બધી પૂનમોમાંથી શરદ પૂનમને ખાસ અને કલ્યાણકારી માનવામાં આવે છે. અશ્વિન માસમાં આવનારી પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે. આ પર્વ રાતે ચંદ્રમાની રોશિનીની વચ્ચે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આખા વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ થાય છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવી શુભ હોય છે. સાથે જ આ દિવસે ઉપવાસ કરવાને પણ ખાસ મહત્વ છે. આ વખતે શરદ પૂનમ 28 ઓક્ટોબર શનિવારના રોજ છે.
શરદ પૂનમની તિથિ આ વખતે 28 ઓક્ટોબર, શનિવારે સવારે 4 વાગ્યા 17 મિનિટ પર શરૂ થશે અને તિથિ સમાપન 29 ઓક્ટોબર રવિવારે બપોરે 1.53 વાગ્યે થશે. આ દિવસે ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ અને સિદ્ધિ યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેને લીધે શરદ પૂનમ ખાસ હોય છે.
આ દિવસે શરદ ઋતુનું આગમન થાય છે. આ દિવસે ચંદ્રમાની દૂધિયા રોશનીમાં દૂધ પૌંઆ બનાવી રાખવામાં આવે છે અને પછી આને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.
આ દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કર્યા પછી ઉપવાસ કરવાનો રહે છે. પૂજા કરવાની રહે છે. સંધ્યાકાળમાં દૂધની ખીરમાં ઘી ભેળવીને રાતના સમયે ભગવાનને ભોગ લગાવવાનો રહે છે. સાથે જ ચંદ્રના ઉદય થયા પછી તેમની પૂજા કરવી અને ખીરને નેવૈદ્ય અપર્ણ કરવામાં આવે. રાતે ખીરને ચંદ્રમાની ચાંદનીમાં રાખવામાં આવે છે અને બીજે દિવસે સવારે પ્રસાદના રૂપમાં લેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ-પાર્વતી અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવી જોઇએ.
સાવચેતી
આ દિવસે પૂર્ણ રીતે પાણી અને ફળને ગ્રહણ કરીને ઉપવાસ રાખવાનો પ્રયાસ કરો. જો ઉપવાસ ન રાખો તો સાત્વિક આહાર ગ્રહણ કરો. આ દિવસે કાળા રંગનો પ્રયોગ ન કરો. સફેદ કપડા પહેરશો તો વધારે સારું રહેશે.
શરદ પૂનમના દિવસે વ્રત કરવું ફળદાયી સિદ્ધ થાય છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રમાની દરેક સોળ કળાઓથી યુક્ત હતા. આ પૂનમના દિવસે ચંદ્રમાંથી નીકળતી રોશની ચમત્કારિક ગુણોથી પરિપૂર્ણ હોય છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર, શરદ પૂનમનું વ્રત રાખ્યા પછી પૂર્ણ રાત્રી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ધનની સમસ્યાઓનો અંત થાય છે અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp