આજે 96 મિનિટમાં ખબર પડી જશે કે ચોમાસું સારું રહેશે કે દુકાળ પડશે: અંબાલાલ પટેલ

PC: twitter.com

આપણે ત્યાં વર્ષો થી હોળી પ્રગટાવવાની સાથે સાથે આગામી આખું વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ કરવામાં આવતો હોય છે. તમે પણ સાં ભળ્યું હશે કે, હોળીની જ્વાળા જે દિશામાં જાય તેના આધારે એ વર્ષમાં વરસાદ સારો રહેશે કે દુકાળ પડશે તેની ધારણાં કરવામાં આવતી હોય છે. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, આ વખતે સારો વરસાદ પડશે કે પછી દુકાળ રહેશે એ રવિવારે 96 મિનિટમાં ખબર પડી જશે.

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ અનેક વખત હવામાનની આગાહી કરતા રહે છે. આ વખતે તેમણે કહ્યું કે, સામાન્ય રીતે નક્ષત્ર અને પવનની દિશા જોઇને ચોમાસાનો વરતારો કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, હોળી પ્રગટ્યા પછી તેની જ્વાળા કઇ દિશામાં જાય છે તે જોવાનું હોતું નથી, પરંતુ એ સમયે પવનની દિશા કઇ તરફ હોય એ જોવાનું હોય છે. પવનની દિશા પરથી નક્કી થાય કે આવનારું ચોમાસું કેવું રહેશે?

પટેલે કહ્યું કે, હોળી ઉનાળામાં મુખનો તહેવાર કહેવાય છે. મુખનો તહેવાર હોવાથી ઉનાળામાં ગરમી કેવી રહેશે અને વાયુચક્ર કેવું રહેશે તે જાણવા મળે છે. એ પછી અખાત્રીજના પરોઢીયાનો પવન પણ જોવામાં આવતો હોય છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, હોળીનો પવન ઉત્તર કે ઇશાન તરફનો હોય તો શિયાળો લંબાઇ શકે છે. જો હોળીનો પવન જો પૂર્વ દિશામાં જાય તો વર્ષ બારઆની ચોમાસું થાય એમ કહેવાય, આ બારઆની ચોમાસું એટલે સામાન્ય કરતા વધારે સારું ચોમાસું રહે એવો અર્થ થાય, ખંડવૃષ્ટિ વરસાદ થાય જેને કારણે વર્ષ સુખમય પસાર થાય. ઇશાનનો પવન વાય તો ઠંડી આવે. હોળીના દિવસે દરેક ખુણા અને આઠેય દિશાઓનો પવન જોવાનો હોય છે. ઉત્તરનો પવન જોવા મળે તો શિયાળો લંબાય શકે, પરંતુ પુષ્કળ વરસાદ પણ થાય.

પશ્ચિમ અને વાયવ્ય દિશામાં પવન વાય તો પણ વરસાદો સારો થાય. નૈરૂત્ય દિશામાં પવન હોય તો સામાન્ય વરસાદ રહેવાના સંકેત આપે. દક્ષિણ દિશાનો પવન હોય તો નબળા ચોમાસોનો સંકેત આપે. અગ્નિનો પવન વાય તો પણ નબળું વર્ષ રહે. પૂર્વનો પવન ચારેય દિશામાં વાય તો આકાશમાં ઘુમરી ચઢે તો દુકાળ પડે. રાજા અને પ્રજા પર ભાર રહે. જ્યાં સુધી શિયાળું પવન ફુંકાતો હોય ત્યા સુધી રૂતુ નિયમિત ગણવી.

અંબાલાલ પટેલે કહ્યું કે, હોળી પ્રગટાવવાના દિવસે ચાર ઘડી એટલે કે 96 મિનિટ સુર્યાસ્ત બાદ પવન જોવાનો હોય છે. જો ઉગમણો પવન વાય તો આ વર્।માં અંડવૃષ્ટિ થાય. ઉત્તરનો પવન વાય તો તિડનો ઉપદ્રવ વધે. આથમણો પવન વાય તો ઘરે ઘરે મંગલ કરાવે, મતલબ કે બધા માટે સુખાકારી રહે. દક્ષિણ દિશામાં પવન ફુંકાઇ તો રોગ લાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp