ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ટેમ્પલ ટ્રસ્ટની ચૂંટણીમાં મતદાન શરૂ, કાલે રિઝલ્ટ

સૌરાષ્ટ્રના બોટાદમાં આવેલા ગઢડાના ગોપીનાથજી મંદિરમાં 21 એપ્રિલે મતદાન શરૂ થયું છે. વડતાલ તાબા હેઠળના ગોપીનાથજી મંદિર દેવ ટ્રસ્ટના વહીવટના 5 વર્ષ પુરા થયા હોવાથી ચૂંટણી યોજવામાં આવી છે અને 22 એપ્રિલે મતગણતરી થશે. રવિવારે સવારથી મતદાન શરૂ થયું છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.

ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ તથા દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ચૂંટણીનું મહત્ત્વ કેટલું છે એનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે ઉચ્ચ અધિકારી સહિત 500 પોલીસ કર્મચારીનો કાફલો મતદાન મથક પાસે ખડકી દેવામાં આવ્યો છે.

12 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર બિનહરિફ જાહેર થવાના કારણે હવે 11 ઉમેદવારો માટે મતદાન થઇ રહ્યું છે. કુલ 25197 મતદારો પોતાનો મત આપશે. કુલ 31 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp