શાસ્ત્રો મુજબ શ્રીજીને ચઢાવવાના 56 ભોગમાં આખરે હોય છે શું-શું?

PC: Youtube.com

છપ્પન ભોગનું નામ પડે એટલે સૌથી પહેલા દુંદાળા દેવ શ્રીજીનું નામ આવે છે. હાલમાં  ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે 56 ભોગમાં શું-શું શામેલ હોય છે તેના વિશે જાણીએ. શ્રીજીના છપ્પન ભોગમાં હાલમાં લોકો કેક, બર્ગર પિત્ઝા અને ખબર નહીં કેવી કેવી જાતની વાનગીઓ પીરસી દે છે. આજે અમે તમને 56 ભોગમાં કેવા પ્રકારની વાનગીઓ હોય છે શાસ્ત્રો મુજબ તેના નામ વિશે જાણીએ.

  1. ભક્ત એટલે ભાત
  2. સુપ એટલે દાળ
  3. પ્રલેહ એટલે ચટણી
  4. સદીકા એટલે કઢી
  5. દધીશાકજા એટલે દહી શાકની કઢી
  6. સિખરિણી એટલે શ્રીખંડ
  7. અવલેહ એટલે શરતબ
  8. બાલકા એટલે બાટી
  9. ઇક્ષુ ખેરિણી એટલે છુંદો
  10. ત્રિકોણ એટલે સાંકર ભેળવેલો પ્રસાદ
  11. બટક એટલે વડા
  12. મધુશિર્ષક એટલે મઠો
  13. ફેણિકા એટલે સુત્તરફેણી
  14. પરિષ્ટશ્ચ એટલે પુરી
  15. શતપત્ર એટલે ખજલા
  16. સધિદ્રક એટલે ઘેવર
  17. ચક્રામ એટલે માલપુડા
  18. ચિલ્ડિકા એટલે ચોળા
  19. સુધાકુંડલિકા એટલે જલેબી
  20. ધૃતપુર એટલે મેસૂર
  21. વાયુપૂર એટલે રસગુલ્લા
  22. ચન્દ્રકલા એટલે એક પ્રકારની મીઠાઇ
  23. દધી એટલે રાયતું
  24. સ્થૂલી એટલે થાળ
  25. કર્પુરનાડી એટલે લવિંગપુરી
  26. ખંડમંડલ એટલે ચુરમો
  27. ગોધૂમ એટલે ઘઉંના ફાડા
  28. પરિખા
  29. સુફલાઢયા એટલે વરીયાળી
  30. દધીરૂપ એટલે બિલાસરુ
  31. મોદક એટલે ચોખાના લાડું
  32. સાગ એટલે શાક
  33. સૌધાન એટલે અથાણું
  34. મંડકા એટલે મઠ
  35. પાયસ એટલે ખીર
  36. દધિ એટલે દહીં
  37. ગોધૃત એટલે ગાયનું ઘી
  38. હૈયંગપીનમ એટલે માખણ
  39. મંડૂરી એટલે મલાઇ
  40. કૂપિકા એટલે રબડી
  41. પર્પટ એટલે પાપડ
  42. શક્તિકા એટલે શીરો
  43. લસિકા એટલે લસ્સી
  44. સુવત
  45. સંઘાય એટલે મોહનથાળ
  46. સુફલા એટલે સોપારી
  47. એલચી
  48. ફળ
  49. તાંબૂલ
  50. મોહનભોગ
  51. લવણ
  52. કષાય
  53. મધુર
  54. તિક્ત
  55. કટુ
  56. અમ્લ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp