રથયાત્રા પહેલા ભગવાન 15 દિવસ બીમાર કેમ પડે છે?
ઓડિશાના પુરીમાં રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. 7 જુલાઇએ રથયાત્રાની ઉજવણી દેશભરમાં થશે. એક એવી વાયકા છે કે રથયાત્રા પહેલા ભગવાન 15 દિવસ બિમાર પડી જાય છે. જેઠ પૂનમના દિવસે ભગવાનને 108 ઘડાથી સ્નાન કરાવવામાં આવે છે અને પછી ભગવાનને તાવ આવે છે. ભગવાન 15 દિવસ પછી સાજા થાય ત્યારે નૈનાસાર ઉત્સવ મનાવવામાં આવે છે. આ નૈનાસાર એટલે રથયાત્રા.
વાયકા એવી છે કે પુરીમાં માધવ દાસ નામના એક ભગવાન જગન્નાથના ભક્ત હતા, એકદમ સાદાઇથી રહેતા અને જે મળે તે ખાઇ લેતા, એક દિવસ માધવ દાસ બિમાર પડ્યા, છતા ભક્તિ ચાલુ હતી, પણ તેઓ બેભાન થઇ ગયા હતા. ભગવાને જાતે આવીને તેમની સેવા કરી. માધવ દાસે ભગવાનને પુછ્યુ કે તમે ધારતે તો એક સેકન્ડમાં મને સાજો કરી દેતે, પરંતુ તમે સેવા કેમ કરી? તો ભગવાને કહ્યુ કે કર્મનું ફળ દરેક જણાએ ભોગવવું પડે છે. પરંતુ તમારી જે બાકીની 15 દિવસની જે બિમારી છે તે હવે હું લઇ લઉં છું. એ દિવસ જેઠ પૂર્ણિમાનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp