કોઇ જવા તૈયાર નહોતું એવી હતી મંદિરની સ્થિતિ, પછી યુવા બ્રિગેડે કરી કમાલ

PC: starofmysore.com

PMએ મન કી બાત કાર્યક્રમમાં તામિલનાડુની યુવા બ્રિગેડનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હવે જે પત્ર મારી સામે છે, તેમાં બે મોટા ફોટો છે. આ ફોટો એક મંદિરનો છે, અને before અને after નો છે. આ ફોટો સાથે જે પત્ર છે, તેમાં યુવાનોની એક એવી ટીમ વિશે જણાવવામાં આવ્યું છે, જે પોતાને યુવા બ્રિગેડ કહે છે. વાસ્તવમાં આ યુવા બ્રિગેડે કર્ણાટકમાં, શ્રી રંગપટ્ટન પાસે આવેલા વીરભદ્ર સ્વામી નામના એક પ્રાચીન શિવમંદિરની કાયાકલ્પ કરી નાખી. મંદિરમાં ચારે તરફ ઘાસ અને ઝાંખરા ભરેલા હતા, એટલા કે રસ્તે ચાલતા લોકો પણ કહી ન શકે કે અહીં એક મંદિર છે. એક દિવસ કેટલાક પર્યટકોએ આ ભૂલાયેલા-વિસરાયેલા મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. યુવા બ્રિગેડે જ્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોયો, તો તેમનાથી રહેવાયું નહીં અને પછી આ ટીમે મળીને તેનો જીણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો.

તેમણે મંદિર પરિસરમાં ઉગેલા કાંટાળા ઝાંખરા, ઘાંસ અને છોડને હટાવ્યા. જ્યાં મરમ્મત અને નિર્માણની આવશ્યકતા હતી, તે કર્યું. તેમના સારા કામને જોતાં સ્થાનિક લોકોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો. કોઈએ સીમેન્ટ આપ્યો તો કોઈએ પેઈન્ટ, આવી કેટલીયે ચીજો સાથે લોકોએ પોતાનું યોગદાન આપ્યું. આ બધા યુવા કેટલાય અલગ રીતના પ્રોફેશન સાથે જોડાયેલા છે. તેવામાં તેમણે weekends દરમિયાન સમય કાઢ્યો અને મંદિર માટે કાર્ય કર્યું.

યુવાનોએ મંદિરમાં દરવાજા લગાવવાની સાથે સાથે વીજળીનું કનેક્શન પણ લગાવડાવ્યું. આવી રીતે તેમણે મંદિરના જૂના વૈભવને ફરીથી સ્થાપિત કરવાનું કામ કર્યું.

ઝનૂન અને દ્રઢનિશ્ચય એવી બે વસ્તુ છે જેનાથી લોકો દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જ્યારે હું ભારતના યુવાનોને જોવું છું તો પોતાને આનંદિત અને આશ્વસ્થ અનુભવું છું. આનંદિત અને આશ્વસ્થ એટલે કે મારા દેશના યુવાનોમાં ‘Can Do’નો Approach છે અને ‘Will Do’ નો Spirit છે. તેમના માટે કોઈપણ પડકાર મોટો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp