Scorpioનું ફેસલિફ્ટ મોડૅલ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15 Nov, 2017
06:45 PM
PC: mahindrascorpio.com

કાર મેન્યુફેક્ચરિંગ કંપની Mahindra & Mahindraએ ભારતમાં આજે પોતાની Scorpio SUVનું ફેસલિફ્ટ મોડૅલ લોન્ચ કરી દીધું હતું. નવી દિલ્હીમાં કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 9.97 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Scorpioનું આ નવું ફેસલિફ્ટ મોડૅલ 7, 8 અને 9 સીટર હશે અને 3 કલરમાં ઉપલબ્ધ હશે. જૂના મોડૅલની સરખામણીએ નવી Scorpioમાં બહાર અને અંદરના ભાગમાં અમુક કોસ્મેટિક બદલાવ કરવામાં આવ્યા છે. આ સિવાય નવી Scorpioમા એન્જિન પાવરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી Scorpioમા 2.2 લીટર mHawk ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે જૂના મોડૅલની સરખામણીએ 20hp વધુ છે અને 140hpની તાકાત જનરેટ કરે છે.

Leave a Comment: