હવામાં ઉડતી 35 કરોડની બાઈક, જાણો ફીચર્સ

તમે ઘણી બાઈકને એકદમ સ્પીડમાં જતી જોઈ હશે. વિદેશની જેમ હવે આપણા દેશમાં પણ યંગસ્ટર્સ લાખો રૂપિયાની સ્પોર્ટ્સ અને સુપરબાઈક ખરીદતા અને વાપરતા થયા છે. દુનિયામાં એવી પણ કંપનીઓ છે જે ભાગતી નથી પણ હવામાં ઉડતી હોય તેવું લાગે છે.

Dodge Tomahawk દુનિયાની સૌથી પાવરફુલ સુપરબાઈક છે. આ સુપરબાઈકની ટોપ સ્પીડ 672 પ્રતિ કલાકની છે. દુનિયામાં આના કરતા વધુ સ્પીડવાળી બાઈક હજુ સુધી બની નથી. Dodge Tomahawk બાઈકને 14 વર્ષ પહેલા નોન-સ્ટ્રીટ લીગલ કોન્સેપ્ટની સાથે લોન્ચ કરવામાં આવી હતી. આ સુપરબાઈકની કિંમત 35 કરોડથી વધુ છે. Dodge Tomahawk સુપરબાઈકને 2003માં નોર્થ અમેરિકાના આંતરરાષ્ટ્રીય ઓટો શોમાં પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. બાઈકની ડિઝાઈન અને સ્પીડે ઘણા લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. આ બાઈકમાં 10 લાર્જ કેપિસીટીના એન્જિન આપવામાં આવ્યા છે.

દુનિયાભરમાં માત્ર 9 લોકો પાસે જ Dodge Tomahawk સુપરબાઈક છે. આ સુપરબાઈક 1.5 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આમાં 8.3 લીટર V-10 SRT VIPER એન્જિન આપવામાં આવ્યું છે. આસુપરબાઈકનું એન્જિન મેક્સિમમ 500 HPનો પાવર પ્રોડ્યુસ કરે છે. Dodge Tomahawk 4 વ્હી્લ, બે આગળ અને બે પાછળ આપવામાં આવ્યા છે. આ બાઈક 712 Nm અને 4200rpmનો ટોર્ક જનરેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp