અયોધ્યામાં હિન્દુઓને 2.77 એકર અને મુસલમાનોને 5 એકર જમીન કેમઃ તસલીમા નસરીન

PC: thgim.com

બાંગ્લાદેશી લેખક તસ્લિમા નસરીન હંમેશાં તેમના નિવેદનોને લઈને વિવાદમાં રહે છે, તેમણે અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તસ્લિમા નસરીને કહ્યું કે અદાલતના નિર્ણયમાં અયોધ્યામાં હિંદુઓને 2.77 એકર જમીન અને મુસ્લિમોને 5 એકર જમીન આપવામાં આવી છે. મુસ્લિમોને પણ 2.77 એકર જમીન આપવી જોઇએ.

તસ્લિમાએ અયોધ્યાના ચુકાદાને ટ્વિટ કરીને કહ્યું કે, 'જો હું જજ હોત, તો હું અયોધ્યામાં 2.77 એકર જમીન સરકારને આપી દેત, જેથી ત્યાં એક આધુનિક સ્કૂલ બનાવવામાં આવી શકે, જ્યાં બધા બાળકો મફતમાં અભ્યાસ કરે. આ ઉપરાંત હું સરકારને 5 એકર જમીન આપી દેત જેથી એક અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી શકે જેમાં દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવતા તસલીમાએ કહ્યું કે, '2.77 એકર જમીન હિન્દુઓને આપવામાં આવી હતી. માત્ર 2.77 એકર જમીન મુસ્લિમોને આપવી જોઇતી હતી. મુસ્લિમોને 5 એકર જમીન કેમ આપવામાં આવી? 70 વર્ષ લાંબી કાયદાકીય લડત અને 40 દિવસની મેરેથોન સુનાવણી પછી રામ મંદિર મામલે ભારતીય રાજકારણની સ્થિતિ અને દિશા બદલીને સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાના ચૂકાદામાં અયોધ્યામાં રામ મંદિર માટેનો માર્ગ સાફ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિવાદિત મેદાન પર રામ મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામ મંદિર 2.77 એકર વિવાદિત જમીન પર બનાવવામાં આવે. કેન્દ્રને આ સ્થળે ત્રણ મહિનામાં મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા અને વિવાદિત જમીનને આ ટ્રસ્ટને સોંપવાની યોજના તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ટ્રસ્ટી મંડળ નક્કી કરશે કે મંદિર કેવી રીતે બનાવવામાં આવશે. જો કે, મંદિરની આ જમીન કેન્દ્ર સરકારના રિસીવરના કબજામાં રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp