અયોધ્યા ચૂકાદા મામલે જાણો આ મોટી વાતો

PC: khabar.ndtv.com

દેશની સર્વોચ્ચ અદાલતે 209 વર્ષ જૂના કેસનો ચૂકાદો જાહેર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ અયોધ્યા કેસ પર નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે, વિવાદીત જમીન હિન્દુઓને આપવામાં આવશે. જ્યારે મુસ્લિમોને મસ્જીદ બનાવવા માટે અલગથી જમીન આપવામાં આવશે. કોર્ટે શરૂઆતમાં જ શિયા વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાની અરજી ફગાવી દીઘી હતી. આ સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું કે, મુસ્લિમોને મસ્જીદ માટે અલગથી જમીન ફાળવવામાં આવશે. તમામ જજએ બહુમતીથી આ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રજંન ગોગોઈએ કહ્યું કે પુરાતત્વ વિભાગે રામ મંદિર હોવાના પુરાવાઓ રજૂ કર્યા હતા. હજારો પન્નાઓમાં લખાયેલો ચૂકાદો વાંચતા બેંચે કહ્યું કે, દેશના હિંદુઓ અયોધ્યાને પ્રભુ રામની જન્મભૂમી માને છે. ગોગોઈએ ઉમેર્યું કે, કોર્ટ કોઈ શ્રદ્ધા કે થિયેરીમાં ન જઈ શકે. પરંતુ, પુરાતત્વ વિભાગએ સ્પષ્ટ ન કરી શક્યું કે, મંદિર તોડીને કોઈ મસ્જીદ બનાવવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટના ચૂકાદાની મુખ્ય બાબતો

  • મુસ્લિમ સાક્ષીઓએ પણ માન્યું કે, જમીન પર બંને પક્ષો પૂજા અર્ચના કરતા હતા. મસ્જીદ ક્યારે બની એ સ્પષ્ટ નથી. ASIના રીપોર્ટ અનુસાર ખાલી પડેલી જમીન પર કોઈ મસ્જીદ બનાવવામાં આવી ન હતી.
  •  મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે કે, મોટી સંખ્યામાં હિંદુઓ ત્યાં પૂજા કરતા હતા. પણ કેસમાં વિશ્વાસ એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત મામલો છે.
  •  ઈતિહાસમાં પણ યાત્રાનો ઉલ્લેખ છે. સુન્ની વકફ બોર્ડ માટે શાંતિપૂર્ણ કબ્જો જાળવી રાખવો અસંભવ છે. મસ્જીદ ક્યારે બની અને કોણે બનાવી હતી એ હજું સ્પષ્ટ થયું નથી.
  •  1856-57ના સમય પહેલા મોટી સંખ્યામાં હિંદુઓને અંદર યાર્ડમાં પ્રવેશવા માટે કોઈ પ્રતિબંધ ન હતો. મુસ્લિમોને પણ બાહરથી કોઈ ઘેરો બનાવવાનો અધિકાર ન હતો. સુન્ની વકફ બોર્ડ પોતાનો અધિકાર સાબિત ન કરી શક્યું.
  • અંતિમ નમાજ ડિસેમ્બર 1949માં અદા કરવામાં આવી હતી. કોર્ટ પુરાવાઓને આધારે ચૂકાદો આપે છે. મુસ્લિમોને મસ્જીદ માટે અલગથી જગ્યા ફાળવવામાં આવશે.
  •  કેન્દ્ર સરકાર આગામી ત્રણ મહિનામાં એક યોજના તૈયાર કરશે. જેમાં બોર્ડ ઓફ ટ્રસ્ટની રચના કરવામાં આવશે. હાલમાં જમીનનો કબ્જો રિસિવર પાસે રહેશે. સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન મળે.
  •  કેન્દ્ર કે રાજ્ય સરકાર અયોધ્યામાં જ મસ્જીદ માટે યોગ્ય અને સુચિત જગ્યા ફાળવશે.
  •  સરકારે મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવી પડશે. તમામ જજની સહમતીથી આ ચૂકાદો લેવામાં આવ્યો છે.
  •  રામલલા જ્યાં બિરાજમાન હતા અને જે બિરુદ આપવામાં આવ્યું હતું. દેવતા એક કાયદાકીય વ્યક્તિ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp