વર્સોવા બીચની સફાઈ કરવા પહોંચ્યા બીગ બી

13 Aug, 2017
07:00 PM
PC: timesofindia.indiatimes.com

અમિતાભ બચ્ચને રવિવારના રોજ વર્સોવામાં અફરોઝ શાહ અને તેમના પડોશીઓ સાથે મળીને બીચ પર સફાઈકામ કરવાનું અભિયાન ચાલુ કર્યું હતું. વર્સોવા બીચ પર ઘણો કચરો અને પોલીથીન જોઈ અમિતાભ ચોંકી ગયા હતા. અમિતાભ બચ્ચને લગભગ અડધો કલાક સુધી કચરો ભેગું કરવાનું કામ કર્યું હતું. આ ઉપરાંત અમિતાભે સફાઈ માટે ટ્રેક્ટર અને અર્થમૂવર પૂરાં પાડવાનું વચન આપ્યું હતું. અમિતાભ સાથે 'ઢાઈ અક્ષર' સંસ્થાના 20 બાળકો પણ જોડાયા હતા.

Leave a Comment: