કૃષિ સ્ટાર્ટ અપ અને બરછટ અનાજને પ્રોત્સાહન, જાણો બજેટમાં ખેડૂતો માટે શું-શું છે?

PC: thelogicalindian.com

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે વર્ષ 2023-24નું બજેટ રજૂર્યું. એગ્રીકલ્ચર સેક્ટર માટે સરકારે આ વખતે અનેક જાહેરાતો કરી છે.સરકારે આ વર્ષમાં ખેડુતોને 20 લાખ કરોડ સુધીનું ધિરાણ વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે શ્રી અન્ન યોજના શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ આ વખતના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 8 જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે જાણીએ.

કેન્દ્ર સરકારે ખેડૂતોની સુવિધા માટે લોનનો વ્યાપ વધાર્યો છે. આ વર્ષે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા 20 લાખ કરોડ સુધીની લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે.

ખેડુતો માટે હવે કિસાન ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.  અહીં ખેડુતોને તેમની જરૂરિયાતને લગતી બધી માહિતી ઉપલબ્ધ હશે.

કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રમાં વધારેમાં વધારે સ્ટાર્ટ અપ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કૃષિ સ્ટાર્ટ અપ માટે ડિજીટલ એક્લીલેટર ફંડ બનાવાશે જેને કૃષિ નિધી નામ આપવામાં આવ્યું છે. આ ફંડ દ્રારા કૃષિ સ્ટાર્ટ અપ શરૂ કરનારને સરકાર મદદ કરશે.

સરકારે આ વખતે બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે અલગથ યોજના શરૂ કરી છે. જેને શ્રી અન્ન નામ આપવામાં આવ્યું છે. જેને લીધે દેશભરમાં બરછટ અનાજના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ વખતે સરકારે બજેટમાં બાગાયતી પેદાશો માટે 2,200 કરોડની રકમ ફાળવી છે. આના દ્વારા બાગાયતને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે મત્સ્ય સંપદાની નવી ઉપયોજનામાં રૂપિયા 6,000 કરોડનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. જેના દ્રારા માછીમારોને વિમા કવચ, નાણાંકીય સહાયતા અને કિસાન ક્રેડીટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવે છે. આનો હેતુ ગ્રામીણ સંશાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.

રૂ. 2,516 કરોડના રોકાણ સાથે 63,000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.આના માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેની સાથે મોટા પાયે વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા ઉભી કરવામાં આવશે, આનાથી ખેડૂતોને તેમની પેદાશોનો સંગ્રહ કરવામાં અને તેમની પેદાશોની સારી કિંમત મેળવવામાં મદદ મળશે. સરકાર આગામી 5 વર્ષમાં વંચિત ગામડાઓમાં મોટી સંખ્યામાં સહકારી, પ્રાથમિક મત્સ્યોદ્યોગ મંડળીઓ અને ડેરી સહકારી સંસ્થાઓની સ્થાપના કરશે.

સરકાર આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે સહાય પૂરી પાડશે. દેશમાં 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરો સ્થાપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp