10 કરોડ જનધન ખાતા બંધ! ખાતામાં જમા 12000 કરોડ લેવાવાળું કોઈ નથી,જાણો તમામ માહિતી

PC: etvbharat.com

કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને બેંકો સાથે જોડવા માટે શરૂ કરવામાં આવેલી જન ધન યોજના (PM જન ધન યોજના) હેઠળ અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમાંથી 10 કરોડથી વધુ બેંક ખાતા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. આ બંધ બેંક ખાતાઓમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયા જમા છે. આ પૈસા લેવા માટે કોઈ નથી. નાણા મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ યોજના દ્વારા ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને નાણાકીય વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. આ યોજનાએ સરકારી યોજનાઓમાં ગરીબોને લાભ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની સફળતામાં જન ધન ખાતાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મોદી સરકારની જન ધન યોજના (PM જન ધન યોજના) ઘણી લોકપ્રિય છે. ગરીબોને બેંકિંગ સુવિધાઓનો લાભ આપવા માટે વર્ષ 2014માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઘણી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. આમાં કોઈપણ ગરીબ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે.

અહેવાલો અનુસાર, 10 કરોડ બંધ જનધન ખાતાઓમાં 12,779 કરોડ રૂપિયા જમા છે. આ બંધ ખાતાઓમાં 4.93 કરોડ ખાતા મહિલાઓના છે. માહિતી અનુસાર, દેશમાં લગભગ 51.11 કરોડ PM જન ધન ખાતા છે. આ ખાતાઓ બંધ થવાના ઘણા કારણો છે. તેનો ખાતાધારકો સાથે સીધો સંબંધ નથી. કેટલાય મહિનાઓથી ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન ન થવાને કારણે પણ ખાતાઓ બંધ થયા છે.

RBIની માર્ગદર્શિકા અનુસાર, જો ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે. બેંકો આ નિષ્ક્રિય ખાતાઓની ટકાવારી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. જન ધન ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાની જરૂર નથી.

આ અગાઉ, મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે, માર્ચ 2023 સુધીમાં બંધ કરાયેલા ખાતાઓમાં લગભગ 42,270 કરોડ રૂપિયા પડ્યા છે. એક વર્ષ પહેલા આ આંકડો 32,934 કરોડ રૂપિયા હતો. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે RBIએ આ ખાતાઓના માલિકોને શોધવા માટે ઘણા પગલાં લીધા છે. 10 વર્ષ કે તેથી વધુ સમયથી બંધ રહેલા ખાતાઓની રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવે છે. RBIના જણાવ્યા અનુસાર, આવા નાણાં મોટાભાગે તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં જમા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp