13 ગાય અને 10 વાછરડા, જાણો 'કિંગમેકર' CM નીતિશ કુમાર પાસે કેટલી સંપત્તિ છે?

PC: ndtv.com

બિહારના CM અને JDUના વડા CM નીતિશ કુમાર લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને લઈને સતત સમાચારોમાં છે. સમગ્ર દેશની નજર હાલમાં તેના પર છે. તેમને મોદી સરકાર 3.0 માટે 'કિંગમેકર' કહેવામાં આવી રહ્યા છે. એવી અટકળો પણ ચાલી રહી હતી કે, CM નીતીશ કુમાર NDA છોડીને કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને સમર્થન આપી શકે છે. પરંતુ હાલ CM નીતીશ કુમારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. અને મોદી સરકારને સમર્થન ચાલુ રાખ્યું છે. સંસદીય દળની બેઠકમાં CM નીતિશ કુમારે કહ્યું કે, અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ ભારતના PM પદ માટે BJP સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. ચાલો તમને જણાવીએ કે CM નીતિશ કુમાર પાસે કેટલી સંપત્તિ છે.

અહીં તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2024માં CM નીતિશ કુમાર સરકારે પોતાના કેબિનેટ મંત્રીઓની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. મળતી માહિતી મુજબ, CM નીતિશ કુમાર પાસે તે સમયે 22,552 રૂપિયા રોકડા હતા. જ્યારે તેમના બેંક ખાતામાં કુલ 48 હજાર રૂપિયા જમા છે.

CM નીતીશ કુમારનો દિલ્હીના દ્વારકામાં 1000 ચોરસ ફૂટનો ફ્લેટ પણ છે. CM નીતીશ કુમારે આ ફ્લેટ વર્ષ 2004માં 13.78 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલ આ ફ્લેટની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે.

બિહારના વર્તમાન CM નીતિશ કુમાર પાસે 13 ગાય અને 10 વાછરડા પણ છે. તેમની કુલ કિંમત 1.45 લાખ રૂપિયા છે. આ સિવાય તેની પાસે ફોર્ક ઈકોસ્પોર્ટ કાર પણ છે, જેની કિંમત 11.32 લાખ રૂપિયા છે. તેમની પાસે 1.28 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં પણ છે.

જંગમ અને સ્થાવર સંપત્તિના હિસાબે CM નીતિશ કુમારની કુલ સંપત્તિ 1.63 કરોડ રૂપિયા છે.

જો CM નીતિશ કુમાર અને BJPના સંબંધોની વાત કરીએ તો તે ઘણો જૂનો છે. આ જોડાણ ત્યારે શરૂ થયું જ્યારે, CM નીતિશ કુમારે 1990ના દાયકામાં બિહારના તત્કાલિન CM લાલુ પ્રસાદ યાદવ સામે બળવો કર્યો. આ પછી CM નીતિશ કુમારે સમાજવાદી નેતા દિવંગત જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મળીને સમતા પાર્ટી બનાવી. CM નીતિશ કુમાર 1998 થી 2004 સુધી કેન્દ્રમાં સત્તામાં રહેલા BJP સાથે ગઠબંધન દરમિયાન અટલ બિહારી વાજપેયી સરકારમાં કૃષિ, રેલ્વે અને રોડ ટ્રાન્સપોર્ટ પરિવહન જેવા મુખ્ય વિભાગોના મંત્રી પણ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp