વ્હિસ્કી બનાવનારી કંપની લાવી રહી છે 1500 કરોડનો IPO, 15000 લગાવીને બનો પાર્ટનર!
આગામી અઠવાડિયે ઘણી કંપનીઓ IPO લોન્ચ કરવા જઇ રહી છે અને તેમાં એક દારૂ બનાવનારી કંપનીનું ઇશ્યૂ પણ સામેલ છે. આ કંપની Allied Blenders છે, જેનો IPO 25 જૂને ખુલવાનો છે. ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી તેની સૌથી વધુ વેચનારી બ્રાન્ડ છે અને જો તમારા ખિસ્સામાં 15,000 રૂપિયા છે તો પછી આ વ્હિસ્કી કંપનીના શેરોમાં એટલી રકમ લગાવીને તમે કંપનીના નફામાં હિસ્સેદાર બની શકો છો. ચાલો જાણીએ એ કેવી રીતે?
સૌથી પહેલા વાત કરી લઈએ દારૂના બિઝનેસની દિગ્ગજ કંપની અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સના આવનાર ઇશ્યૂ બાબતે. પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી લેવા જઈ રહેલી કંપનીનો IPO 25 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકાર તેમાં 27 જૂન સુધી પૈસા લગાવી શકશે. આ IPOના માધ્યમથી કંપની બજારથી 1500 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી છે. કંપની 1000 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે, જ્યારે 500 કરોડ રૂપિયાના શેર ફોર સેલના માધ્યમથી વેચાણ માટે રાખવામાં આવશે.
આ બુક બિલ્ટ ઇશ્યૂ IPOના માધ્યમથી કંપની કુલ 53,380,783 શેરો માટે બોલી મગાવશે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો અલાઇડ બ્લેન્ડર્સે પ્રતિ શેર 267-281 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇઝ સેટ કર્યો છે. 27 જૂન ક્લોઝ થયા બાદ 28 તારીખે શેરોનું અલટમેન્ટ કરવામાં આવશે. શેર બજારમાં ABD લિમિટેડના શેરોની લિસ્ટિંગ માટે 2 જુલાઈની સંભવિત તારીખ નક્કી કરવામાં આવી છે. તેની લિસ્ટિંગ BSE અને NSE પર હશે. હવે વાત કરીએ કેવી રીતે માત્ર 15,000 રૂપિયા સાથે તમે આ કંપનીમાં નફાના હિસ્સેદાર બની શકો છો.
અલાઇડ બ્લેન્ડર્સમાં પાર્ટનર બનવા માટે IPO હેઠળ ઓછામાં ઓછા 1 લોટ માટે બોલી લગાવવી પડશે. કંપનીએ એક લોટમાં 53 શેર રાખ્યા છે અને પ્રાઇઝ બેન્ડના હિસાબે જોઈએ તો એક લોટ માટે તમારે લગભગ 14,893 રૂપિયા લગાવવા પડશે. તો કંપનીએ રિટેલ રોકાણકારો માટે મહત્તમ 13 લોટની લિમિટ સેટ કરી છે અને તેના માટે 1,93,609 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPOના માધ્યમથી ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપનીના દેવાની ચૂકવણી સહિત અન્ય કોર્પોરેટ કાર્યોમાં કરશે.
SEBI પાસે જમા કરાવવામાં આવેલા DRHP મુજબ, ઇશ્યૂથી ભેગા કરવામાં આવનાર ફંડમાં 720 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં આવશે. કંપનીની ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી વાર્ષિક વેચાણના હિસાબે વર્ષ 2016માં પહેલા નંબર પર રહી હતી. તેના અન્ય બ્રાન્ડ્સની વાત કરીએ તો તેમ Sterling Reserve, ICONiQ Whisky અને ઓફિસર્સ ચોઈસ બ્લૂ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp