આ તારીખથી શરૂ થશે અમદાવાદમાં પ્રથમવાર દુબઈ જેવો શોપિંગ ફેસ્ટિવલ

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ તેમને  વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2019નું ઉદ્ઘાટન કરવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ આ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપૂર્ણ વિગતોથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.

કેન્દ્ર સરકારના વિભાગોનો પણ આ સમિટની સફળતા માટે સહયોગ મળી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું. CM વિજય રૂપાણીએ જણાવ્યું કે આ વખતે સમિટમાં વિશ્વના 12 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે તેમજ 100થી વધુ રાષ્ટ્રોના 30 હજાર જેટલા ડેલીગેટ્સ પણ સમિટમાં આવશે. તેમણે કહ્યું કે વાયબ્રન્ટ સમિટ-2019મા આફ્રિકા-ડેની ઉજવણી કરીને આફ્રિકા સાથે એક્સપોર્ટ અને ઇન્વેસ્ટિમેન્ટ સહિતના સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધવું છે.

MSME સેક્ટરને પણ સમિટમાં સમાવિષ્ટ કરવાના આયોજનની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. વાયબ્રન્ટ સમિટની આ 9મી કડીમાં આ વર્ષે 15થી 27 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે તેમ જણાવતા CM વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે  આ શોપિંગ ફેસ્ટિવલમાં નાના મોટા ટ્રેડર્સને વેપારની તક મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp